
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24X7 વેબ પોર્ટલ
તાપી જિલ્લા કલેક્ટરસુશ્રી ભાર્ગવી દવેના વરદહસ્તે સ્પર્શ સોશ્યિલ ફોઉન્ડેશન ખાતે હેન્ડ બ્લોક પ્રિન્ટિંગ વર્કશોપ તેમજ કોમન ફેસિલિટી સેન્ટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે તાપી જિલ્લા કલેક્ટરસુશ્રી ભર્ગવી દવેએ તેમજ જે.કે પેપરમીલના પ્લાન્ટ હેડશ્રી મુકુલ વર્માએ બ્લોક પ્રિન્ટિંગ વિષે વિસ્તૃત માહિતી આપી તાલીમાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.
ઉદ્ઘાટન સમારોહમાં બ્લોક પ્રિન્ટિંગના ૩૦ તાલીમાર્થીઓ, આરસેટી, આગાખાન તેમજ જે.કે. પેપરમીલના ઉચ્ચ અધિકારીઓ, સોનગઢ મામલતદારશ્રી ઢીમ્મર સાહેબ હાજર રહ્યા હતા.