
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત યોજાયેલ બેડમિન્ટન સ્પર્ધા સંપન્ન:
આહવા તાલુકાના પ્રમુખ સુરેશભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેડમિન્ટન સ્પર્ધાનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.
આહવા: ડાંગ જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ અંતર્ગત 2.0 બેડમિન્ટન સ્પર્ધા નું ઉદ્ઘાટન કાર્યક્રમ તાલુકાના પ્રમુખશ્રી સુરેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અંડર 11, 14, 17, ઓપન એજ ગ્રુપ above 40, Above 60, ભાઈઓ અને બહેનો સિંગલ્સ, ડબલ્સ મિક્સ ડબલ્સની રમત ડાંગ ક્લબ આહવા ખાતે તારીખ 19 થી 21/ 1 / 2024 એમ ત્રણ દિવસ સુધી રમાડવામાં આવી હતી જેમાં ઓપન એઈજ ભાઈઓમાં પટેલ સમીર બી. પ્રથમ ક્રમે આવ્યા હતા, જે બદલ તેમને તાલુકા પ્રમુખશ્રી સુરેશભાઈ ચૌધરી, રમત ગમત અધિકારી શ્રી અંકુરભાઈ જોશી, કન્વીનર શ્રી પ્રજેશ ટંડેલ, શૈલેષભાઈ ગાવિત, અરવિંદભાઈ ભોયે એમને શુભકામનાઓ પાઠવી હતી.