
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
ઘણા વર્ષ પછી માર્ગ બન્યો ત્યારે બહારની વ્યક્તિ પોતાના કામ માટે વધુ વજન ભરેલા વાહનો પસાર કરતા માર્ગને ભંગાર હાલતમા:
માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામથી દેગડીયા સુધીનો માર્ગ કે જે આઝાદીના ઘણા વર્ષ બાદ ગ્રામજનોની રજુઆતબાદ સરકારે બનાવ્યો છે, આ માર્ગ પરથી દેગડીયા ગ્રામવાસીઓને તાલુકા મથક માંગરોળ ખાતે આવવા માટે ખૂબ જ ટૂંકો માર્ગ હોય તથા ઝાંખરડા અને દેગડીયાના ખેડૂતોની માર્ગની આસપાસ ખેતીની જમીન આવેલી હોય, આ ખેડૂતો પણ આ માર્ગનો વધુ ઉપયોગ કરે છે ત્યારે ઝાંખરડા ગામની એક જમીન બહારની એક વ્યક્તિએ રાખી એ જમીનમાં બાંધકામ કરે છે, આ માટેનું મટીરીયલ ભરેલા વાહનો આ માર્ગ પરથી લાવતા આ માર્ગને ભંગાર હાલત કરી છે રજુઆત કરવા છતાં વાહનો બંધ ન કરાતા આખરે ઝાંખરડા અને દેગડીયાના ગ્રામજનોએ આ પ્રશ્ને માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપી, ઉપરોક્ત વિગતો દર્શાવી વધુમાં જણાવ્યું છે કે હાલમાં એક કિલોમીટર જેટલો માર્ગ સારો છે એ પણ જો વાહનો ચાલશે તો એ પણ તૂટી જશે, જેથી અતિભારે વાહનો આ માર્ગ ઉપરથી પસાર ન થવા દેવા માટે રજુઆત કરી છે, માર્ગ તૂટ્યો છે એની મરામત જેના વાહનોને લીધે માર્ગ તૂટ્યો છે એની પાસે કરાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.