વિશેષ મુલાકાત

દેડિયાપાડા બાર એસોસિયેશનના વકીલો દ્વારા તલાટી કમ મંત્રી ઓને સોગંદનામાની સતા આપવાના જાહેર નામાનો સખત વિરોધ સાથે દેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદન પત્ર :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

દેડિયાપાડા બાર એસોસિયેશનના પ્રમુખશ્રી હિતેશ દરજી વકીલ, અરવિંદભાઈ વકીલ, હરિસીગ વકીલ, માનસીગભાઈ વકીલ, સંધ્યાબેન રાઠોડ વકીલ, ઉપેન્દ્ર વસાવા અને અન્ય વકીલો દ્વારા દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી દિપકભાઈ બારિયાને તલાટીઓને સોગંદનામાની સતા આપવાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું અને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગરના પત્ર ક્રમાંક પી એસ આર / ૧૦/૨૦૨૦/૧૮૮૨ તા. ૬/૧૦/૨૦૨૦ ના પત્રથી ઓ એ ટી એચ એ સી ટી ૧૯૬૯ ની કલમ ૦૩ હેઠળ તલાટીઓને સોગંદનામાની સતા આપવાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જે કાયદાથી વિપરીત છે કોઈ પણ કાયદેસરની પ્રક્રિયા કર્યા વિનાનો હોય અને તેના દ્વારા અનેક કાયદાકીય ક્ષતિઓની છટકબારીનો લાભ લેનારાં વ્યક્તિઓ માટે વહીવટી સરણીકરણની વ્યાખ્યાની દષ્ટિએથી કરવામાં આવ્યો હોય તેનો સખત વિરોધ વકીલો દ્વારા કરવામાં આવ્યો, તેમજ તલાટીઓને સોગંદનામા કરવાની સત્તા કાયદામાં સુધારો કર્યા વિના કરી શકાય નહિં અને oath act 1969 તે કેન્દ્રીય કાયદો છે અને જેથી કાયદેસરની પ્રક્રિયા વિના સૂચિત ફેરફાર કરવો અયોગ્ય હતો તલાટીઓને સોગંદનામાની સતા આપવાના ભયસ્થાનો પણ રહેલા છે લોકોની મિલકતમાં પુનઃ લાગવગ શાહી અને રાજકીય વ્યક્તિઓ અને દબાણની નિતીથી લાભ લેવા માટેના દરવાજા ખુલી જશે વહીવટી પારદર્શકતા કે સરળી કરણ નહિ પરંતુ ચૌકકસ લોકોને લાભ આપવા માટેનો નિર્ણય હોય અમારો વકીલ સમાજ સમાજના હિતમાં વિરોધ કરે છે વકીલ એલ.એલ.બી.ની પદવી પ્રાપ્ત કરીને પરીક્ષા આપીને વકીલાત કરે છે દશ વર્ષ સુધી વકીલાત કયા પછી નોટરી થાય છે જ્યારે તલાટીઓ ધોરણ દશ અને ધોરણ બાર પાસ હોય છે જે બાબતને ધ્યાનમાં લઈને વકીલો દ્વારા સખત વિરોધ કરવાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है