
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા : નવાં વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આજ રોજ નર્મદા જીલ્લાનાં સાગબારા તાલુકાનાં ગામોમાં પત્રકારો દ્વારા અનોખો સેવા યજ્ઞ કરીને ઉજવણી કરવામાં આવી હતી, જરૂરત મંદ લોકો અને આ વિસ્તાર માં ઘણી સંસ્થા તેમજ લોકો દ્વારા કરવામાં આવતા દાન તેમજ સેવા કર્યો ના પ્રયાસ ઘણા સમયથી થતા હોઈ છે, સમાજમાં તે જરૂરી પણ છે, આપણી પાસે જે છે તે બીજાને આપવું અથવા બીજાને ભાગીદાર બનાવવું જોઈએ તેથી સમાજમાં સમાનતા બની રહે માટે નર્મદા જિલ્લાના પત્રકાર એવા સર્જન.એસ.વસાવા (ગારદા) અને તેમની ટીમ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી, નવા વર્ષ 2021માં નવો સંકલ્પ લઈ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે રુચિ વધે, સમાજ શિક્ષિત થાય,લોકો જાગૃત થઈ આગળ આવે તે હેતુ થી નર્મદા જીલ્લાનાં સાગબારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને સ્ટેશનરીનું વિતરણ કરી મદદરૂપ થવા નાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જેમાં સાગબારા તાલુકાના અમિયાર, ટાવલી ફળી, ચોપડવાવનાં નાના અને અભ્યાસ કરતાં બાળકોને સ્ટેશનરી તેમજ બિસ્કિટનાં પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોને પ્રોત્સાહીત કરવાં માટે પત્રકાર સર્જન વસાવા સાથે ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ નાં સંસ્થાપક શ્રી. ડૉ.સંદીપ રજવાડી, મનોજ ભાઈ, રમેશભાઈ તેમજ અન્ય પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા હતાં અને આમ નવવર્ષ ની અનોખી ઉજવણી કરી ને વધાવ્યું હતું.