મારું ગામ મારાં ન્યુઝ

દેડિયાપાડા તાલુકાના ચોપડી-રીંગાપાદર ગામે ચાર કિમી સુધી પગપાળા ચાલી ચૂંટણી સ્ટાફે તેમની ફરજ નિષ્ઠા નિભાવી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

દેડિયાપાડા તાલુકાના ચોપડી-રીંગાપાદર ગામે ચાર કિમી સુધી પગપાળા ચાલી ચૂંટણી સ્ટાફે તેમની ફરજ નિષ્ઠા નિભાવી

ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મતદાન મથક ચોપડી-૦૨ પ્રાથમિક શાળા રીંગાપાદરમાં ચૂંટણી સ્ટાફની નિષ્ઠાને જોઈ મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહ દાખવ્યો

સર્જન વસાવા, ડેડિયાપાડા : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ગ્રામ પંચાયતોના ચૂંટણી કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લાના કુલ ૧૧૨ ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર તથા પેટા ચૂંટણીઓ માટે આજે રવિવાર, તા. ૨૨/૦૬/૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી મતદાન યોજાયું હતું.

નર્મદા જીલ્લામાં દેડીયાપાડા તાલુકાની ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પણ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મતદાન મથક ચોપડી-૦૨ પ્રાથમિક શાળા, રીંગાપાદર ખાતે તા.૨૧/૦૬/૨૦૨૫ ના રોજ (૧) પ્રમુખ અધિકારી શ્રી વસાવા અભેસિંગભાઇ પુનીયાભાઇ મુ.શિ..કુંડીઆંબા, (ર) શ્રી હિતેશભાઇ છોટુભાઇ રાઠોડ મદદનીશ પ્રમુખ અધિકારી મુ.શિ.માથાસર પ્રા.શાળા દેવરા ડુમખલ, (૩) શ્રી વિજયભાઇ ચીમનભાઇ પરમાર મતદાન અધિકારીશ્રી ઉ.શિ.પ્રા.શાળા જા.ફ.પાટવલી, (૪) શ્રી અંજનાબેન મોહનભાઇ વસાવા મુ.શિ.પ્રા.શાળા પિપલોદ મહિલા મતદાન અધિકારીશ્રી અને (પ) શ્રી મુળજીભાઇ દમણીયાભાઇ પટાવાળા પ્રા.શાળા ચોપડી નાઓની મતદાન સ્ટાફની ફરજ માટે નિમણૂંક કરવામાં આવી હતી.

ઉકત તમામ ચૂંટણી અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ દ્વારા ગતરોજ તા.૨૧/૦૬/૨૦૨૫, શનિવારે તેઓને સોંપેલી કામગીરી હેઠળ ડીસ્પેચીંગ સેન્ટર ખાતેથી મતદાન માટેની તમામ સામગ્રી તથા મતદાન પેટી સાથે દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચોપડી ગામના મતદાન મથક ખાતે જવા માટે ફાળવેલા વાહનમાં રવાના થયા હતા. હાલ ચોમાસાની સિઝન હોવાથી રસ્તામાં વરસાદના કારણે આ મતદાન મથકના રસ્તે વાહન જઈ શકે તેમ ન હોવાથી તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રિઓએ ગામ તરફ જવાના કાચા રસ્તેથી વાહનને પરત મોકલી તમામ સામગ્રી જાતે જ ઉંચકી તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા સાથે ઉબડ ખાબડ રસ્તે અંદાજે ચાર કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને મતદાન મથકે પહોંચી તેઓની ફરજ બજાવી હતી.

મતદાનના દિવસે રવિવારે રાબેતા મુજબ તેઓએ ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ કરતા ગામના મતદારોએ પણ અધિકારીઓનો આ ઉત્સાહ જોઈ મતદાન કરવા પહોંચ્યા હતા. આમ લોકશાહી પર્વને જીવંત રાખી મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન પ્રત્યેની ફરજ નિભાવી ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है