
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે ATS ચાર્ટર મુજબની કામગીરી તથા ONGC ક્રુડ ઓઇલ પાઇપલાઇન માંથી થતી ચોરી કરતા આરોપીઓને ઝડપી પાડવા અસરકારક કામગીરી અન્વયે તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર કે.ડી.મંડોરાનાઓએ જાતે તથા તેઓની સુચના આધારે પો.સ.ઇ.શ્રી એમ.આર.શકોરીયા, પો.સ.ઇ.શ્રી એન.જે.ટાપરીયા તથા એસ.ઓ.જી. ટીમના માણસોએ મુલેર તથા ગંધાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળી પોતાના બાતમીદારોનો સંપર્ક કરતાં પો.સ.ઇ.શ્રી એન.જે.ટાપરીયાનાઓની સચોટ બાતમી મળેલ કે, (૧) ઇકબાલ નિઝામ પઠાણ તથા ઇમ્તીયાઝ એહમદ દેડકો પટેલ બન્ને રહે. આછોદ, તા. આમોદ, જી. ભરૂચ (૩) વિજય ઉર્ફે મુન્નો ગણપતભાઇ ગોહીલ રહે. ભાયલી, વડોદરાનાઓએ મુલેર થી ચાચવેલ જવાના રોડની બાજુમાં આવેલ સરકારી પડતર જમીનમાંથી પસાર થતી ONGC ની ક્રુડ ઓઇલની પાઇપ લાઇન ઉપર ખાડો ખોદી પંચર કરી તેના ઉપર વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરે છે. જે બાતમી આધારે સદર જગ્યાને શોધવા એસ.ઓ.જી. ટીમના માણસોએ ખુબજ જહેમત પૂર્વક પ્રયત્નો હાથ ધરી, પેટ્રોલીંગ કરી તપાસ કરતાં ચાચવેલ ગામની સીમમાંથી ONGC ની ક્રૂડ ઓઇલની પાઇપ લાઇન પસાર થતી હોય જે પંચરવાળી વાલ્વ બેસાડેલ જગ્યા શોધી કાઢી આ વાલ્વ બેસાડનાર ગેંગના આરોપીઓ વિરૂધ્ધમાં શ્રીસરકાર તરફે એસ.ઓ.જી. ભરૂચ તરફથી ફરીયાદ આપી ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૨૦(બી) , ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ ૩, ૭ તથા પેટ્રોલીયમ એન્ડ મિનરલ પાઇપ લાઇન એક્ટ ની કલમ ૧૫(૧), ૧૫ (૨) મુજબ વાગરા પો.સ્ટે.મા ગુનો રજીસ્ટર કરાવી આગળનીતપાસ એસ.ઓ.જી. ભરૂચ ચલાવી રહેલ છે.
ગુનો કરવાની એમ.ઓ.:-
ભુગર્ભ માંથી પસાર થતી ક્રુડ ઓઇલની લાઇનની માહીતી મેળવી રેકી કરી ક્રુડ ઓઇલની પાઇપ લાઇનમાં પંચર કરી વાલ્વ બેસાડી ક્રુડ ઓઇલની ચોરી કરવાની.
હસ્તગત કરેલ આરોપી :- (૧) ઇમ્તીયાઝ એહમદ દેડકો પટેલ રહે. આછોદ, તા. આમોદ, જી. ભરૂચનાને હસ્તગત કરવામાં આવેલ છે જેનો સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ કોવિડ ટેસ્ટ કરાવી ગુનાના કામે અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
વોન્ટેડ આરોપીઓ :- (૧) ઇકબાલ નિઝામ પઠાણ રહે. આછોદ, તા.આમોદ, જી.ભરૂચ.
(૨) વિજય ઉર્ફે મુન્નો ગણપતભાઇ ગોહીલ રહે. ભાયલી, વડોદરા.
આરોપીઓનો પૂર્વ ઇતિહાસ :-
(૧) વિજય ઉર્ફે મુન્નો ગણપતભાઇ ગોહીલ રહે. ભાયલી, વડોદરાનાનો સને ૨૦૧૭ માં આણંદ રૂરલ પો.સ્ટ. ગુ.ર.નં. ફસ્ટ ૬૭/૨૦૧૭ IPC કલમ ૩૭૯, ૪૨૭, ૫૧૧, ૧૨૦(બી) વિગેરે મુજબના (ONGC ની પાઇપલાઇન માંથી ઓઇલની ચોરીના) ગુનામાં પકડાયેલ છે.
(૨) ઇમ્તીયાઝ એહમદ દેડકો પટેલ રહે. આછોદ, તા. આમોદ, જી. ભરૂચનાનો સને ૨૦૧૫ માં વાગરા પો.સ્ટે. ગુરનં ફસ્ટ ૩૧/૨૦૧૫ IPC કલમ ૩૭૯,૪૪૭, ૪૭૪ વિગેરે મુજબના (ONGCની ડ્રીલીંગ પાઇપો ચોરીના) ગુનામાં પકડાયેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
પો.ઇન્સશ્રી કે.ડી.મંડોરા પો.સ.ઇ.શ્રી એમ.આર.શકોરીયા પો.સ.ઇ.શ્રી એન.જે.ટાપરીયા
ASI અરવિંદભાઇ સોમાભાઇ, ASI અર્જુનસિંહ નટવરસિંહ, હે.કો. હરેશ રામકૃષ્ણ હે.કો. અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ હે.કો. રવિન્દ્રભાઇ નુરજીભાઇ, પો.કો. સુરેશભાઇ રામસિંગભાઇ,
પો.કો. શૈલેષભાઇ ઇશ્વરભાઇ, પો.કો. ભાવસિંગભાઇ નગીનભાઇ, પો.કો. સાગરભાઇ મનસુખભાઇ ડ્રા.પો.કો. અશ્વિનભાઇ શંભુભાઇ ડ્રા.હે.કો. ક્રિપાલસિંહ ગણપતસિંહ ડ્રા.પો.કો. પ્રહલાદસિંહ દાનુભાઇ