
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રામુભાઇ માહલા
આહવા ખાતે ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ઉજવણી સાથે યોજાઇ ‘ધન્વંતરી જયંતિ’:
ડાંગ: ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ નિમિત્તે આહવાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ભગવાન ધન્વંતરીની પુજા/અર્ચના કરી સ્વાસ્થ્ય સંકલ્પ લેવાયો હતો.
જિલ્લા વહિવટી તંત્રના વડા એવા કલેક્ટર શ્રી મહેશ પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામારે વહેલી સવારે ભગવાન ધન્વંતરીનું પુજન અર્ચન કરી, આયુર્વેદિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
દરમિયાન અંહીની સેવા અને સુવિધાઓ બાબતે જાણકારી મેળવી તેને વઘુ લોકભોગ્ય બનાવવાની દિશામા કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.મિલન દશોંદીએ હોસ્પિટલની સેવા સુવિધા તથા કાર્યક્રમથી ઉચ્ચાધિકારીઓને અવગત કરાવ્યા હતા.