મારું ગામ મારાં ન્યુઝ

એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાની સ્કૂલ ગેમ્સમાં ઝળક્યા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય થવાના 10 વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાની સ્કૂલ ગેમ્સમાં ઝળક્યા;

ભરૂચ: તા 22/08/23 ના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી દ્વારા આયોજિત એથ્લેટીક્સની સ્કૂલ ગેમ્સનું આયોજન માધવ વિદ્યાપીઠ, કાકડકૂઈ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય, થવાના અંડર-17 અને અંડર -19 વયજૂથના 23 વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓ જેમ કે દોડ, ફેંક, કુંદમાં ભાગ લીધો હતો. જેમાં વસાવા સુહાની ડી-100 મીટર દોડ પ્રથમ, ભીલાલા રવિન એન -400 મીટર અને 1500 મીટરમાં પ્રથમ, ડુભીલ જયેશ જી–ઊંચીકુદ પ્રથમ , નીકીતા એ વસાવા- લાંબીકુદ પ્રથમ, વસાવા સારિકા એન-800 મીટર અને 1500 મીટરમાં પ્રથમ, ડુભીલ કિશન -3000 મીટર સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જયારે કોટવાળિયા મહેશ્વરી,અર્ચિત ગામિત,નિરંજના વસાવા,તુષાર વસાવા એ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ અને શાન વધારી છે, આ તમામ 10 ખેલાડીઓ જિલ્લા કક્ષાની 14 ઇવેન્ટમાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે, શાળા પરિવાર સૌ ખેલાડીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है