
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લામાં ચિખલી માધ્યમિક સ્કુલ ખાનગીકરણ મુદ્દામાં ગ્રામજનોને મુલાકાત માટે આવવાનું કહી શિક્ષણ શાખા કે સંસ્થાના ટ્રસ્ટીઓ મુલાકાતે આવ્યા નહીં.
ડાંગ જિલ્લાનાં ચિખલી માધ્યમિક સ્કુલ ખાનગી કરણ મામલમાં આજ તા.૨૦ રોજ ગ્રામજનોને મોખિક રીતે શિક્ષણાધિકારી મણિલાલ ભૂસરાએ મોખિક ખાનગી સંસ્થાનાં ટ્રસ્ટીઑ મળવા આવવાનું જણાવેલ હતું જેને ધ્યાને લઈ ચિખલી ગ્રામજનો આજરોજ આખો દિવસ શિક્ષણાધિકારી મણિલાલ ભૂસરની કાગ ડોળે રાહ જોતાં કોઈ આવ્યું નહીં ગામનાં યુવાન દેવજુભાઈ રાઉત બાલા ચૌધરી અને અજય ગાવીત સાથે વાતચીત કર્તા તેમણે જણાવેલ કે અમારા ગ્રામજનોની માંગણી એકજ છે કે શાળા ખાનગી નાં થાય અને બીજું કે અમારે ખાનગી સંસ્થા જોડે કોઈ વાતચીત કરવી નથી અમે માત્ર સરકાર અને શિક્ષણ શાખાનાં જિલ્લા શિક્ષણ અધિકારી જોડે અથવા કોઈ એમના ઉપલા અધિકારી જોડે વાતચીત કરીશું જે અમને સમજાવે કે આ શાળા ખાનગી કરવાનું કારણ શું જે ખાનગી સંસ્થાને આ શાળા આપવામાં આવી રહી છે તે સુવિથાઓથી ભરેલી હોવા છતાં તેમના કર્તા ઊચું મેરીટ આ અમારી અગવતા ભરેલી શાળાનું આવતું હોય તો કેમ આ શાળા ખાનગી કરવાની જરૂર પડી એવાજ ઘણા સવાલો નાં જવાબ ગ્રામજનો લેવા માંગે છે સાથે સાથે અપીલ પણ કરી છે કે અમુક રાજકીય પાર્ટી આ મુદ્દાને તેમના સ્વાર્થ ખાતર રાજકીય રંગ આપે છે તેવા રાજકીય પાર્ટીના કાર્યકર્તાને તથા સત્તા પક્ષ આવું નાં કરી માત્ર ગામના હિત માટે નિસ્વાર્થ ભાવે આવી આ લડતમાં ભાગ લેવા અપીલ કરી છે. જો આમજ પરિસ્થિતિ રહે તો આવનાર ચુંટણીમા ગામ જનો પોતાનો મૂડ બદલે તે પહેલાં રાજકીય પાર્ટી અને વિભાગ કામ કરે તે જરૂર નું.