
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા સરકારી તકેદારી હેઠળ ચાલતી કુમાર અને કન્યા છાત્રાલય તેમજ અર્ધ સરકારી સંસ્થા મારફતે ચાલતી છાત્રાલયો માં સીટો વધારવામાં આવે અને બંધ હોસ્ટેલો વહેલીતકે ચાલુ કરવા કલેક્ટર સાહેબશ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.
તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. જેઓને અવર-જવરમાં ઘણી તકલીફો પડતી હોય છે, તેથી વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી શકે તે માટે હમણાંના શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં તાપી જીલ્લાની તમામ કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ હોવાથી હાલ માં તાપી જિલ્લા ની તકેદારી હેઠળ ચાલતી કુમાર અને કન્યા છાત્રાલય અને અર્ધ સરકારી, સંસ્થા મારફતે ચાલતી છાત્રાલયોની નિયત સંખ્યા પૂર્ણ થઈ જવા જણાઈ રહી છે. તેથી તાપી જીલ્લા ના અંતરિયાળ વિસ્તાર માંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થી ઓને હોસ્ટેલોમાં એડમિશન આપવામાં આવે અને સીટો વધારવામાં આવે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જીલ્લા દ્વારા કલેક્ટર સાહેબશ્રી પાસે વિદ્યાર્થી ઓના હિત માં નિર્ણય લેવા માં આવે તેવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.
જેમાં ABVP ગુજરાત પ્રાંત સહમંત્રી વીરતી શાહ, ABVP તાપી જીલ્લા સંયોજક વિશાલ પટેલ, સહસંયોજક નંદની સોની, ગુજરાત પ્રાંત કારોબારી સભ્ય નીલ સુર્યવંશી, મંત્રી આશિષ ગામીત, સહમંત્રી મોહિત સોની, બ્રિજેશસિંહ બારડ, શિવાની મિશ્રા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.