
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવા નું પોતાના વતન બોગજ અને તાલુકા મથક ડેડીયાપાડા માં ભવ્ય સ્વાગત;
આદિવાસીઓની સમસ્યાઓ માટે લડનાર યુવા નેતા, BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવા નું તેમના ગામમાં સ્વાગત માટે એકઠી થયેલી ભીડ રાજરમત રમનારાઓ ના મુખે તમાચો સમાન…! ચૈતર વસાવા નો હોસલો બુલંદ:
BTP કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવા ને એક વર્ષ સુધી નર્મદા જિલ્લા માંથી હદપાર કરવામાં આવ્યા હતા, નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અપીલ દાખલ કરતા એમની રજુઆતોને ધ્યાને રાખીને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા હદપાર ના હુકમ પર સ્ટે ઓર્ડર આપતા BTP ના કાર્યકારી પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવા આજે પોતાના વતન ફરતા દેડિયાપાડા ખાતે તથા એમના ગામ તેમજ તાલુકા મથકે મોટી સંખ્યામાં સ્વયંભુ લોકો ઉમટી પડ્યા હતા, સમગ્ર પંથકમાં આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી લોકો દ્વારા દેડીયાપાડા લીમડા ચોક પાસે ભેગા થઈ ભવ્ય તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાં આદિવાસી સમાજ ની પરંપરા મુજબ પુજાવિધિ કરી તમામ લોકો આદિવાસી નાચ ગાન સાથે યાહામોગી ચોક થઇ BTP કાર્યાલય પર પોહચ્યા હતા. ત્યાં થી પોતાનાં ગામ બોગજ ખાતે પણ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચૈતર વસાવા એ આવનાર વિધાનસભાની ચુંટણી ને કારણે રાજકીય કિન્નાખોરી રાખી મને તડીપાર કરવામાં આવ્યા તેવા આક્ષેપ કર્યા હતા.
યુવા નીડર શિક્ષિત નેતા તરીકે ની છાપ ધરાવતા ચૈતર વસાવા એ વરસાદ થી થયેલી નુકશાની નું સર્વે કરાવી તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં આવે એવી માંગણી પણ કરી હતી. યોગ્ય વળતર ચુકવવામાં ન આવે તો આવનાર સમય માં તમામ સરકારી કાર્યક્રમો નો વિરોધ કરવા ની ચિમકી ઉચ્ચારી હતી. કહેવાય છે ને કે વાઘના ઘરે વાઘ જ પેદા થાય છે બિલાડાઓ નહિ…! પહેલાં દિવસે જ ચૈતર વસાવાએ ભરી હુંકાર:
ચૈતર વસાવા ને ૧૪૯ – ડેડિયાપાડા વિધાન સભા બેઠક ના BTP ના ધારાસભ્ય શ્રી મહેશભાઈ છોટુભાઈ વસાવા પછી ના પ્રબળ દાવેદાર પણ માનવામાં આવી રહ્યાં છે.
આ પ્રસંગે નર્મદા જિલ્લા BTP પ્રમુખ બહાદુર વસાવા, દેડીયાપાડા તાલુકા BTP પ્રમુખ દેવેન્દ્ર વસાવા, રાષ્ટ્રિય BTP પ્રવકતા કે. મોહન આર્ય, પુર્વ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ માધવસિંહ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી શકુંતલા વસાવા, જગદીશ વસાવા, ગંભીર વસાવા તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.