
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
નર્મદા જિલ્લાના ભીલીસ્થાન ટાઇગર સેનાના કાર્યકરો દ્વારા ઝઘડીયાના ધારાસભ્ય શ્રી છોટુભાઈ વસાવા,અને દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી મહેશભાઇ વસાવા ના માર્ગદર્શન હેઠળ આજ રોજ ૩૧ ઑક્ટોબરના રોજ દેડીયાપાડા ખાતે કેવડીયાના આદિવાસી સમુદાયના સમર્થનમાં તથા નર્મદા બંધ બન્યાં પછી હજારો આદિવાસીઓ વિસ્થાપિત થઈને પોતાના અસ્તિત્વ માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યાં છે. તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા 14 જેટલાં આદિવાસી ગામડાઓને ઉજાડીને આદિવાસી સમુદાયના લગભગ 21000 લોકોને વિસ્થાપિત કરવાનાં સામંતશાહી પગલા સામે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર સામે લોકશાહી ઢબે, BTS નર્મદા જિલ્લા પ્રમુખ મહેશભાઇ જી.વસાવા,નર્મદા જિલ્લાના કારોબારી અધ્યક્ષ બહાદુરભાઇ વસાવા, BTP પ્રમુખ દેવેન્દ્નભાઇ વસાવા, દેડિયાપાડા તાલુકા પ્રમુખ માધવસિંહ, BTP ઉપપ્રમુખ જગદિશભાઇ, યુવા પ્રમુખ કરણસિંગભાઇ, તથા રામસિંગભાઇ, અભેસિંગભાઇ, અમરસિંગભાઇ , તેમજ BTP, BTS ના કાર્યકરોએ આંખો પર કાળી પટ્ટી અને હાથ પર કાળી પટ્ટી તેમજ મોડા પર કાળા માસ્ક પહેરીને સાયલેન્ટ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જેના દ્વારા સંદેશો આપવામાં આવ્યો કે સરકાર આદિવાસીઓને ખતમ કરવાનું ષડયંત્ર કરી રહી છે. ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓ ને સરદારની પ્રતિમાની આસપાસ કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, મ્યુઝિયમ, ઓડિયો-વિઝ્યુઅલ ગૅલરી, સેલ્ફી પૉઇન્ટ, લાઇટ અને સાઉન્ડ શોની વ્યવસ્થા, વૅલિ ઑફ ફ્લાવર અને શ્રેષ્ઠ ભારત ભવન જેવાં ઘણાં પ્રોજેક્ટો દ્વારા આદિવાસીઓ ને વિસ્થાપિત કરી વેપાર કરવાની ચાલ છે. તેનાથી આદિવાસીઓને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી.
સરકાર આદિવાસી સમુદાય ને જે જમીનો નર્મદા ડેમ અને નહેરો માટે લેવાઈ છે એની પર હાલ ટેન્ટ સીટી, વિવિધ ભવન, હોટેલ, રેલ્વે સ્ટેશન બની રહ્યાં છે. આદિવાસીઓ સાથે સરકારે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ છે.
નર્મદા બંધ બન્યાં પછી હજારો આદિવાસીઓ વિસ્થાપિત થઈને પોતાના અસ્તિત્વ માટે આજે પણ સંઘર્ષ કરી રહ્યાં છે. અનેક વિરોધ છતાં ૩ હજાર કરોડના ખર્ચે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આદિવાસી વિસ્તારમાં જ કેમ ? તેને બદલે આ જ પ્રતિમા સરદારની જન્મભૂમિ, કર્મભૂમિ કે ખંભાતના અખાતમાં મૂકીને પણ વિશ્વના રેકોર્ડ બનાવી શક્યા હોત, પરંતુ આ પ્રતિમાની સાથે અનેક રીતે આદિવાસીઓને નુકસાન પહોંચાડી શકે તેમ હોવાથી આ પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં મૂકવામાં આવ્યો છે.
ઉપરાંત દરેક રાજ્યોની સાથે-સાથે હવે દરેક ભવનો બનાવવા આ પ્રોજેક્ટની આસપાસ જમીન માગે છે. તો હવે આદિવાસીઓ જશે ક્યાં ? એટલું જ નહીં આદિવાસીઓના વિસ્તારોમાં વિકાસના નામે ટુરિસ્ટ પોઇન્ટ બનાવીને આદિવાસીઓની જમીન પડાવીને તેમને મજૂર બનાવવાની પ્રક્રિયા ચાલું જ છે, તેમાં હજી મોટા પાયે વધારો થશે
મૂડીવાદી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર વિકાસની આડમાં આદિવાસી વિસ્તારોને ઉજાળી રહી છે. આદિવાસી સંસ્કૃતિ રાજ્યના તેમજ આદિવાસી ઓળખને નષ્ટ કરી રહી છે. જળ, જંગલ, જમીન તેમજ ખનીજને કબ્જે કરવા માટે જુઠા વિકાસનું મોડલ લોકો સમક્ષ મૂકી રહી છે. જેવા અનેક મુદ્દા સાથે BTP નાં કાર્યકરો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો અને તમામ ને ડિટેન કર્યા હતા.