
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, કમલેશ ગાંવિત વાંસદા
વાંસદા તાલુકા ના કુકણા સમાજ ભવન હોલ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 હેઠળ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કાર્યક્રમ યોજાયો .
વાંસદા તાલુકા ના કુકણા સમાજ ભવન હોલ ખાતે આજ રોજ 2.00 કલાકે ગુજરાત રાજય સરકારના માર્ગ દર્શન હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 મુજબ 10 લાખ કુટુંબોના 50 લાખ લાભાર્થીઓ નો સમાવેશ ગુજરાત રાજયના કુલ 101 તાલુકા ઓમાં સામુહિક કાર્યક્રમ માં વાંસદા તાલુકા કચેરી દ્વારા આજ રોજ કાર્યક્રમ નો શુભ આરંભ વાંસદા મામલતદાર શ્રીમતી તૃપ્તિબેન ના સંબોધન થી ચાલુ કરાયું હતું. નવસારી જિલ્લાના ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ દ્વારા કાર્યક્રમનુ દિપ પ્રાગટ્ય કરી. વાંસદા તાલુકા ના અન્ન પુરવઠાને લાગતાં તમામ કર્મચારીઓ અને લાભાર્થીને તથાં મહાનુભાવો ની હાજરીમાં વિવિધ યોજના ને લગતા સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબનું વિડીયો કોન્ફરન્સીંગ લાઈવ દ્વારા કાર્યક્રમ સંભળાવ્યું હતું. તથાં ખેરગામ તાલુકા અને વાંસદા તાલુકાનાં કુલ 400 લાભાર્થીઓ ને હાથો હાથ મહાનુભાવો દ્વારા નવા રેશનકાર્ડ નુ વિતરણ કરવામાં માં આવ્યુ હતું.
આજ ના વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા કાર્યક્રમ માં માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાહેબેજણાવ્યું કે ગરીબ લોકો, જરુરીયાત મંદ લોકો ને બ્રમભોજન ધરાવનાર પૂણ્ય શાળી કહેવાય. જીવનની આવશ્યકતા મકાન,કામ મળે,કુટુંબનો નિર્વાહ કરે,ગરીબ લોકોને સંતોષવન અનાજ પ્રાપ્ત કરી જમે કોઈ માણસ ભૂખ્યો ન સૂવે બે ટંક નું અનાજ જમાડવાની જવાબદારી સરકાર ની છે.તેવું જણાવ્યું હતું.
આ કાર્યક્રમ માં જિલ્લા નવસારી ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, જિલ્લા ઉપ પ્રમુખ વિરલભાઈ વ્યાસ,વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ જે. પટેલ ,વાંસદા તાલુકા મામલતદાર શ્રીમતી તૃપ્તિ બેન, વાંસદા પ્રાન્ત અધિકારી સાહેબ આર.સી. પટેલ, વાંસદા અનાજ પુરવઠા અધિકારીઓ, ભારતીય ખાદ્ય નિગમના સભ્ય રાકેશભાઈ શર્મા, સિવેન્દરસિંહ સોલંકી, અશ્ર્વિનભાઇ, વાંસદા સરપંચશ્રીમતિ હીનાબેન, એડવોકેટ પ્રદુમનસિંહ સોલંકી, ધર્મેન્દ્રસિંહ સોલંકી, તથાં મોટી સંખ્યામાં આજુબાજુના લાભાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ રીતે યોજાયો હતો.