
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
છેલ્લા પંદર મહીનાથી પ્રોહીબિશન ના ગુના ના કામનો નાસતો ફરતો આરોપી સોનગઢ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો.
હાલ ગુજરાત રાજયના પોલીસ મહા નિર્દેક્ષક દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ રાખેલ હોય તે અનુસંધાને અધિક પોલીસ મહા નિદેક્ષક સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક તાપી વ્યારા તથા નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારા નાઓએ અત્રેના જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને તા ૧૧/૦૫/૨૦૨૦ નારોજ સોનગઢ પોલીસ સ્ટેશન C પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૪૨૦૦૪૮૦/૨૦૨૦ પોઠી એકટ કલમ – ૬૫ઇ,૮૧,૯૮(૨) મુજબનો ગુનો દાખલ થયેલ સદરહુ ગુના ના આરોપી સોહીલ તરીકુઉદ્દીન ફારુકી ઉ.વ.૨૭ રહે.ઉધના રોડ ન ૦૪ સંજયનગર ઝુપડપટ્ટી સુરત શહેર નાઓ વાળા આજદિન સુધી નાસતો ફરતો હોય અને આજરોજ મહારાષ્ટ્ર રાજયના લકકડકોટ ગામે આવવાનો છે. તેવી ચોક્કસ મળેલ બાતમી હકીકત આધારે શ્રી આર.જી.વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશન તથા આ હે.કો. પ્રવિણભાઇ ભરતભાઈ બ.નં ૧૩૧ તથા આ.પો. કો. કમલેશભાઇ કીશનભાઇ બ.નં.૧૬૯ તથા અ.પો. કો, મિતુલભાઇ માનસીંગ બ.નં.૩૮૭ નાઓ સાથે વોચ તપાસમાં હતા દરમ્યાન સદર આરોપી ને સોનગઢ ઓટા ચાર રસ્તા સાર્વજનીક હાઇસ્કુલની સામે થી ધરપકડ કરવામાં આવેલ છે. સદરહું આરોપી ને ગુના ના કામે અટક કરવામાં આવેલ છે. આમ સોનગઢ પોલીસને છેલ્લા ૧૫ મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.