
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
કોસાડી ગામે કોરોના વોરિયર્સ ડોક્ટર અને સ્ટાફનું સન્માન ગ્રામજનોએ શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર આપી કર્યું:
માંગરોળ તાલુકાના કોસાડી ગામે કાર્યરત કોસાડી મેડિકલ ટ્રસ્ટ સંચાલિત ડિસ્પેન્સરીના ડોક્ટર અને સ્ટાફ નું ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, કોરોના વાયરસ ની મહામારીમાં સેવા આપનાર ડોક્ટર અબ્દુલમજીદ ખત્રી કમ્પાઉન્ડર આયશાબેન ભાણા, સફાઈ કામદાર અમીનાબેન રંદેરાનુ કોસાડી ગામના નવયુવાનો તરફથી સન્માન કરવામાં આવ્યું હતું, Covid- 19 ની આ મહામારીમા પોતાના સ્વાસ્થય અને પોતાના પરિવારની પરવા કર્યા વિના રાષ્ટ્રહિત માટે સેવા યોગદાન અને સમય આપી કોસાડી ગામમાં તથા આજુબાજુના ગામનાં તમામ દર્દી ઓની ખુબ સારી રીતે સારવાર કરી અમૂલ્ય યોગદાન આપવા બદલ કોસાડી ગામના નવયુવાનો દ્વારા સન્માનપત્ર એનાયત કરી રોકડ પુરસકાર આપી તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું , આ કાર્યક્રમ કોસાડીના નવયુવાનો મોહમ્મદભાઈ કારા, હનીફભાઈ ભુલા, અબદુલ સમદભાઈ ગોધી, ઈમરાનભાઈ ગોધી, ઈમરાનભાઈ સાલેહ વગેરે ના સહયોગથી રાખવામાં આવ્યો હતો.