ઈનોવેશન
-
National news
ગોદરેજ અપ્લાયન્સિસે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 માટે શિક્ષણ મંત્રાલય સાથે ભાગીદારી કરી:
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ મુંબઈ: ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રુપનો ભાગ ગોદરેજ એન્ડ બોય્સના એપ્લાયન્સિસ બિઝનેસે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) 2024ની 7મી એડિશન માટે શિક્ષણ મંત્રાલય સાથે ભાગીદારી કરી છે. દેશવ્યાપી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન પહેલનો ઉદ્દેશ યુવાનોની સર્જનાત્મક્તા અને જ્ઞાનમાં વધારો કરતાં વાસ્તવિક જીવનના પડકારોને ઉકેલવા તૈયાર કરવાનો છે. આ વર્ષે SIH માટે ગોદરેજ એપ્લાયન્સિસે વિદ્યાર્થીઓ માટે ટકાઉપણા “ઈનોવેટિંગ ફોર સસ્ટેનેબેલિટીઃ ડ્રાઈવિંગ રિસોર્સ કન્ઝર્વેશન (એનર્જી એન્ડ વોટર) ઈન લાર્જ એપ્લાયન્સિસ (એર કંડિશનર, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ, અને ડેઝર્ટ એ કુલર્સ)” (ટકાઉપણા માટે ઈનોવેશનઃ મોટા એપ્લાયન્સિસમાં સંસાધનોનું સંરક્ષણ) થીમ નિર્ધારિત કરવામાં આવી છે. આ થીમ હાર્ડવેર અને સોફ્ટવેર બંને હેકાથોનને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે અને તે પ્રતિસ્પર્ધકોને આવશ્યક ઘરેલુ અપ્લાયસન્સિસની અસરકારકતા અને ટકાઉપણામાં વધારો કરવા ઈનોવેટિવ ઉકેલો વિકસિત કરવા પ્રોત્સાહન પૂરુ પાડશે. જે સંસાધનના સંરક્ષણ અને પર્યાવરણીય સુરક્ષાની જવાબદારીના વૈશ્વિક લક્ષ્યો સાથે સંરેખિત હશે. આ ભાગીદારી વિશે ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડન્ટ કમલ નંદીએ જણાવ્યું હતું કે, “સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024 માટે શિક્ષણ મંત્રાલય સાથે ભાગીદારી કરવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. ગોદરેજ એપ્લાયન્સિસ ખાતે અમે હંમેશા સકારાત્મક પરિવર્તનને વેગ આપવા ઈનોવેશનની તાકાતમાં માનીએ છીએ. હોશિયાર યુવાનોને લાર્જ એપ્લાયન્સિસ (મોટા ઉપકરણો)માં ટકાઉપણા અંગે ગંભીરતાપૂર્વક વિચારવા અને સર્જનાત્મક ઉકેલ માટે પડકારવાથી અમે ઉકેલોની નવી જનરેશનને વેગ આપી શકીશું. તેમજ વધુ ઉજ્જવળ અને હરિયાળુ ભાવિ સર્જન કરવા યોગદાન આપી શકીશું.” શિક્ષણ મંત્રાલયના ઈનોવેશન સેલના ચીફ ઈનોવેશન ઓફિસર તથા એઆઈસીટીઈના વાઈસ ચેરમેન ડો. અભય જેરેએ જોડાણ અંગે ઉત્સુક્તા દર્શાવતાં કહ્યું હતું કે, “ગોદરેજ એપ્લાયન્સિસ ઈનોવેશન અને એક્સેલન્સનો પર્યાય છે. ભારતભરના તેજસ્વી યુવાનોને સશક્ત અને પ્રેરણા પૂરી પાડવાના અમારા મિશન સાથે ગોદરેજ એપ્લાયન્સિસનું જોડાણ ઈનોવેશનના પ્રવાસમાં પ્રગતિ અપાવશે. જે માત્ર ઉદ્યોગને લાભ જ નહીં પરંતુ ઉજ્જવળ ભવિષ્યના સર્જનમાં પણ યોગદાન આપશે. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન એ વિદ્યાર્થીઓમાં રહેલાં શૈક્ષણિક જ્ઞાન અને વ્યવહારૂ જ્ઞાન (પ્રેક્ટિકલ એપ્લિકેશન) વચ્ચેના તફાવતને દૂર કરે છે, અને ગોદરેજ એપ્લાયન્સિસ જેવા ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોની મદદથી ઈનોવેશનને વેગ આપતાં આ મિશનને નવા શિખરો સર કરાવવા સજ્જ બને છે.” સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન (SIH) એ વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ડિઝાઈન,…
Read More » -
રાષ્ટ્રીય
પ્રધાનમંત્રી શ્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી:
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 webportal પ્રધાનમંત્રી શ્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી: પ્રધાનમંત્રી શ્રીએ અનૌપચારિક માહોલમાં…
Read More »