રાષ્ટ્રીય

તાપી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આગામી તા.૦૫ ડિસેમ્બર સુધી લંબાવાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આગામી તા.૦૫ ડિસેમ્બર સુધી લંબાવાયો:

બી.એલ.ઓ દ્વારા હાઉસ ટુ હાઉસ વીઝીટ કરવામાં આવશે:

વ્યારા-તાપી : ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૨ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાનમાં મુખ્ય નિર્વાચન અધિકારીના કાર્યાલયના પત્ર ક્રમાંક:ઇએલઆર/૧૪૨૧/૧૫૬(૨)/૨૧ તા.૦૧ ૧૨ ૨૦૨૧ થી હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો વધારી તા.૦૧/૧૨/૨૦૨૧ થી તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે.

જે અન્વયે તાપી જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ હક્ક દાવાઓ અને વાંધા અરજીઓનો સ્વીકારવાનો સમયગાળો આગામી તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે.

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી બી.એલ.ઓ દ્વારા હાઉસ ટુ હાઉસ વીઝીટ કરવામાં આવશે, ઉક્ત દિવસોએ સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમિયાન રહેણાંક વિસ્તારમાં ફોર્મ નં.૬ માં નામ ઉમેરવા તથા ફોર્મ નં.૭ માં નામ કમી કરવા માટે નમુનાઓ મેળવી શકાશે તેમજ ભરેલ અરજીઓ તે જ સ્થળૉએ પરત કરી શકાશે.

રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલ BLA ના સહકારથી મતદારયાદીનાં મુસદ્દાની ચકાસણી કરી, ક્ષતિ હોય તો તે શોધવા BLA ને હાઉસ ટુ હાઉસ વિઝીટ દરમિયાન પદનામિત અધિકારી સાથે નિયોજીત સ્થળે ઉપસ્થિત રહી જાહેર જનતાને સહાય કરશે. મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમય સૂચિ મુજબ હક્ક દાવા અને વાંધા અરજીઓનાં નિકાલ તા.૨૦/૧૨/૨૦૨૧ સુધીમાં નિકાલ કરવામાં આવશે. આ સૂચિ મુજબ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૫/૦૧/૨૦૨૨ ના રોજ કરવામાં આવશે.

આ ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઇટ www.nvsp.in તથા www.ceo.gujarat.gov.inતથા વોટર હેલ્પ લાઇન એપ્લીકેશન (VHA) તથા ગરૂડા એપ્લીકેશન પર ઓનલાઇન અરજી પણ કરી શકાશે. તેમજ વધુ વિગતો માટે ૧૯૫૦ નંબર ઉપર (કામકાજના દિવસ દરમિયાન) સંપર્ક કરવા તથા મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે જાહેર જનતાને પુરતો સહકાર આપવા જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણીયા તરફથી અખબારી યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है