
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ફરાર કેદી/આરોપી પકડવા સારૂ નબીપુર પો.સ્ટે. વિસ્તામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે નબીપુર પો.સ્ટે. ગુ.ર.નં. III ૪૨૩/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૬ (૧) બી, ૮૫ મુજબના ગુન્હાના આરોપસર ભરૂચ સબ જેલ ખાતે કાચા કામના આરોપી તરીકે સજા ભોગવતા આરોપી : સુરેશભાઈ લક્ષ્મણભાઇ વસાવા રહે. સીતપોણ, તળાવ ફળીયું, તા-જી.ભરૂચનાને COVID-19 કોરોના વાયરસ સામે સાવચેતી ધ્યાને રાખીને મજકુર આરોપીને નામદાર કોર્ટ ભરૂચ દ્વારા તા. ૩૦/૦૩/૨૦૨૦ નારોજ ટેમ્પરરી જામીન પર મુક્ત કરવામાં આવેલ જે આરોપીને તા. ૦૧/૦૧/૨૦૨૧ ના રોજ ભરૂચ સબ જેલ ખાતે હાજર થવાનું હોય જે હાજર ન થતા ફરાર થઈ ગયેલ જે આરોપીને આજરોજ તા. ૦૭/૦૧/૨૦૨૧ નારોજ સિતપોણ તા.જી.ભરૂચ તેના ઘર ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVOD-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા નબીપુર પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. બી.ડી.વાઘેલા તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. ઇન્દ્રવદન કનુભાઇ તથા અ.હે.કો. નિલેશભાઇ નારસિંગભાઇ તથા પો.કો. ધર્મેંન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. રાકેશભાઇ ચંદુભાઇ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા પો.કો.અનિલભાઇ દિતાભાઇ તથા ડ્રા.પો.કો. રાકેશભાઇ રામજીભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.
				
					

