
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ અનેક મંત્રીમંડળ ની શુભેચ્છા મુલાકાત લીધી;
નર્મદા જીલ્લો આદિવાસી બહુલક વસ્તી ધરાવતો જીલ્લો હોય રાજ્યમાં નવનિયુક્ત મંત્રીશ્રીઓની કરેલી મુલાકાત દ્વારા સરકાર જીલ્લા માટેના વિકાસ કામોમાં ઝડપી અને કટિબદ્વ બને તે જરૂરી..
નર્મદા: આજ રોજ તા.૨૭ મી ડિસેમ્બર,૨૦૨૨ ને મંગળવાર નાં રોજ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા દ્વારા ગાંધીનગર ખાતે નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુવરજીભાઈ હળપતિ, શ્રી બચુભાઈ ખાબડ, શ્રી મુકેશભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાત કરી હતી, મુલાકાત દરમિયાન નવનિયુક્ત પદ ભાર માટે તેમણે મંત્રીશ્રીઓને શુભેચ્છાઓ પાઠવવી હતી તેમજ નર્મદા જિલ્લાના વિવિધ પ્રશ્નોની રૂબરૂ રજૂઆત પણ કરી વિકાસ કામો અને પડતર પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમણે આજની મુલાકાત દ્વારા નર્મદા જીલ્લાના વિકાસ કામો અને વિવિધ પ્રશ્નો નો જલ્દી નિરાકરણ લાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા,