
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
રાજયનું પ્રતિનિધિત્વ કરેલા મહિલા ખેલાડીઓને કોઇપણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટે મહિલા રોકડ પુરસ્કાર યોજનામાં ભાગ લેવા ઇચ્છુક મહિલા રમતવીર ઉમેદવારોએ તા.૧૫ મી ઓકટોબર સુધીમાં અરજી મોકલી આપવાની રહશે,
વ્યારા-તાપી: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સને ૨૦૨૧-૨૨ ના વર્ષમાં વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય/ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અં.-૧૪, ૧૭, ૧૯ અને સ્કુલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજયનું પ્રતિનિધિત્વ કરેલા મહિલા ખેલાડીઓને કોઇપણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટેનું ફોર્મ ભરીને આગામી તા.૧૫/૧૦/૨૦૨૧ સુધીમાં સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બ્લોક નં.૩, બીજો માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી-તાપીની કચેરીને મોકલી આપવાની રહેશે. વર્ષ ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલા ખેલાડીઓને અરજી કરી શકાશે તેમ સિનિયર કોચ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, તાપીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.