
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા એસ.પી અને નિર્ભયા ટિમની સરાહનીય કામગીરી;
કોરોના માં મૃત્યુ પામેલા લોકોના કુટુંબીજનો ને સરકાર ની યોજના ની માહિતી આપી તેમને યોજનાનો લાભ મળે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી;
નર્મદા જિલ્લાનાં પાંચે તાલુકાઓમાં તેમજ શહેરમાં જે લોકો કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા છે તેવા લોકોને સરકારશ્રીની જે પણ કંઈક યોજના છે એ યોજનાની માહિતી ઘરે ઘરે મળી રહે તે હેતુસર નર્મદા જિલ્લાના એસપી સાહેબ શ્રી દ્વારા તમામ તાલુકાઓનાં ગામે ગામ નિર્ભયા ટીમ દ્વારા જે લોકો કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા છે તેવા લોકો તેમજ જેમના મા-બાપ મૃત્યુ પામ્યા છે, તેવા અનાથ બાળકો અને વિધવા બહેનો અને જેમની ઉંમર ૬૦ વર્ષથી ઉપર છે, તેવા લોકોને સરકાર શ્રી દ્વારા આપવામાં આવતાં લાભો, ઉંમર ના પૈસા જેવા વિવિધ કામો માટે નર્મદા જિલ્લાના એસપી સાહેબ શ્રી દ્વારા તમામ ગામે ગામ અને ઘરે ઘરે જય નિર્ભયા ટીમ દ્વારા કાગળો તૈયાર કરી અને આ દરેક જરૂરિયાત મંદ લાભાર્થીઓને લાભ મળે એ માટે નર્મદા જિલ્લાના એસપી સાહેબ દ્વારા જિલ્લામાં ખૂબ જ સારી કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને આજે કુંવરપુરા ગ્રામ પંચાયતમાં નિર્ભયા ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી,
આ કોરોના મહામારીમાં ગરીબ અને નિરાધાર લોકો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેવા લોકોના ઘરે ઘરે જઈ અને નિર્ભયા ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે જે બદલ કુંવરપરા ગ્રુપ ગ્રામ પંચાયત નાં સેવાભાવી સરપંચ નિરંજનભાઈ નગીનભાઈ વસાવા એ નિર્ભયા ટીમ ને આવકાર્યા હતા, અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.