
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
બાગાયત યોજનાઓની સહાય મેળવવા માટે ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરી શકશે:
તા.૨ જૂલાઇ સુધી નવીન આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની તક:
દિનકર બંગાળ, વઘઈ: બાગાયત વિભાગ તરફથી બાગાયત ખાતાની એચ.આર.ટી.-૨,૩ તથા ૪ યોજનાઓ હેઠળ મંજુર થયેલ “કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ” યોજના હેઠળ ડાંગ જિલ્લાના ખેડુતો માટે નવીન આઇ-ખેડ઼ત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે.
ડાંગ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની એચ.આર.ટી.-૨,૩ તથા ૪ યોજનાઓ હેઠળ મંજુર થયેલ “કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ” યોજના હેઠળ ડાંગ જિલ્લાના ખેડુતો માટે નવીન આઇ-ખેડ઼ત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહત્તમ લાભ લઇ શકે તે માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા બાગાયત ખાતાની યોજનાકિય સહાયિતની યોજનાનો લાભ લેવા માંગતા ખેડુત મિત્રોએ તા.૧૮/૦૬/૨૦૨૫ થી તા.૦૨/૦૭/૨૦૨૫ સુધી નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. બાગાયતદારોએ યોજનાની સહાય લેવા માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સાથે દિન-૭ માં ડાંગ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી આહવા-ડાંગ ખાતે જમા કરાવાની રહેશે.
તેમજ વધુ માહિતી માટે આપના તાલુકાના બાગાયત અધિકારીશ્રી તથા નાયબ બાગાયત નિયામકશ્રી આહવા-ડાંગ ફોન નં.૦૨૬૩૧-૨૨૧૨૭૩ ઉપર સંપર્ક સાધવો તેમજ યોજનાની વધુ માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર જોવા નાયબ બાગાયત નિયામકશ્રી આહવા-ડાંગ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.