
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, દેડીયાપાડા દિનેશ વસાવા,
ગાજરગોટા ના ફાટક થી કાબરીપઠાર ગામ સુધી નો એપ્રોચ રોડ અને પાકુ નાળું મંજૂર થયેલું હોવા છતાં બનાવવામા વિલંબ કેમ? ……જવાબ દે સરકાર ..!!
અધૂરું અટકી પડેલું વિકાસ કામ … એપ્રોચ રોડ અને પાકા નાળાનું કામ યુદ્ધ નાં ધોરણે કરવામાં ન આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના મુડ માં ,
હવે કોઈપણ જાતના વાયદા અને ખોટા વચનો અમે સાંભળવા માંગતા નથી આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીને જ રહીશું ચાહે અમારે ધારણા કે ઉપવાસ કેમ ન કરવા પડે…! “રોડ નહિ તો વોટ નહિ” ના લાગ્યા બેનર..!!
માર્ગ અને મકાન વિભાગ કે કોન્ટ્રાકટરની બેદરકારી ના લીધે ગ્રામજનો અને રાહદારીઓને ભોગવી પડતી હાલાકી..!!
ગાજરગોટા ગામના ફાટક થી કાબરીપઠાર ગામ સુધીનો રસ્તો ઘણા વર્ષોથી બંદ પડી રહ્યો હતો છાસવારે આ રસ્તો ખુલ્લો તો કરવામાં આવ્યો હતો પણ આ રસ્તો ઘણોજ ખરાબ હોવાના લીધે આ રસ્તા પરથી પસાર થવું રાહદારીઓને ઘણીજ મુશ્કેલીઓ પડી રહી છે માર્ગ અને મકાન વિભાગ આ એપ્રોચ રોડ અને પાકુ નાળા નું કામ
ચાલુ કરાવવામાં વિલંબ કેમ ? આ ચર્ચા એ આખા વિસ્તારમાં જોર પકડ્યું છે અને લોકો ના મુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે એ આખો એપ્રોચ રોડ અને પાકું નાળુ ચાઉ તો નથી કરી ગયા ને ? જેવા અનેક આક્ષેપ ગ્રામજનો લગાવી રહ્યા છે,
જો આ એપ્રોચ રોડ અને પાકા નાળા નું કામ યુદ્ધ નાં ધોરણે આ રોડ ની કામગીરી ચાલુ કરવામાં ન આવે તો આવનારી અગામી વિધાનસભાની ચૂંટણી નો બહિષ્કાર કરવા પણ ગામ લોકો ચીમકી ઉચ્ચારી રહ્યા છે,
આજ રોડ રસ્તા બાબતે પણ અગાઉ ની ગત વિધાનસભા ની વર્ષ ૨૦૧૭ ચૂંટણી ની પણ બહિષ્કાર કરી હતી ત્યારબાદ સ્થાનિક સરકારી તંત્રએ જે તે સમયે કામચલાઉ જઈને બંધ પડેલો રસ્તો ચાલુ કરાવી આપ્યો હતો. પરંતુ હજુ સુધી એ એપ્રોચ રોડ અને પાકુ નાળું મંજુર થયું છે છતાં પણ એ રસ્તાની અધુરી કામગીરી હજુ પણ બંધ પડેલી જણાઈ આવે છે ત્યારે કાબરી પઠાર મોજરાં અને લાડવા ગામના આગેવાનોમાં અને ગ્રામજનોમાં આ રોડ રસ્તા બાબતે ઘણોજ આક્રોશ જોવા મળી રહ્યો છે.