
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
પ્રાથમિક શાળા પાઘડધુવામાં બાળમેળા અંતર્ગત રમતોત્સવનું કરાયું આયોજન:
તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તાર નું ગામ પાઘડધુવાની પ્રાથમિક શાળામાં બાળકોની અંદર સમાયેલી સુષુપ્ત શકિતઓ બહાર લાવવાનાં ભાગરૂપે અને બાળકોમાં એક બીજા પ્રત્યે ખેલદિલી ભાવના કેળવાય અને તેઓનાં કોશલ્ય નો વિકાસ થાય માટે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં અનેક પ્રકારની પ્રવૃતિઓ જેમકે રંગકામ, રંગોળી, કાગળ અને કાતરની અનેક કલાત્મક પ્રવૃતિઓ અને અનેક રમતો જેમકે કોથળા કૂદ, લંગડી દોડ, દડો પાસ રમત, દેડકાં દોડ જેવી અનેક પ્રકારની રમત ગમતનો કાર્યકમ બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિક શાળાના શિક્ષકો અને શાળા સંચાલન સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. શાળાના બાળકોએ આજના કાર્યકમમાં આનંદપૂર્વક ભાગ લીધો હતો.
સમગ્ર બાળમેળા, રમતોત્સવનું સંચાલન મહેન્દ્રભાઈ ગામીતના અધ્યક્ષપણે યોજાયું હતું અને બાળકોને શિક્ષક ગણ દ્વારા પ્રવૃત્તિ અને રમત ગમત વિષે માહિતગાર કરવામાં આવ્યા હતાં.