
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ
નવસારીનાં મિત્રો દ્વારા તૈયાર કરાયેલ હિન્દી ભાષામાં શોર્ટ ફિલ્મ “ભીષ્મ”ની ટીમ સાથે અમારા રિપોર્ટર, નલિન ચૌધરીએ મુલાકાત કરી હતી અને તેમનાં વચ્ચે થયેલાં સંવાદ નીચેનાં ક્રમ મુજબ છે,
સમાજમાં કલંક અને દુષણ સમાન બનતી ઘટના જેવી કે માનસીક તનાવ અને ડીપ્રેશનમાં આવી ને આત્મહત્યા કરતાં લોકોનો ગ્રાફ વધતો જ જાય છે,એ માનવ સમાજ માટે ગંભીર વિષય છે. ફિલ્મ દ્વારા સમાજમાં આત્મહત્યા એ આખરી ઉપાય નથી અને એથી સમસ્યા અને માનસિક તણાવથી મુક્ત થઇ શકાતું નથી જેવાં સંદેશ આપતું આ ચલચિત્ર દ્વારા રજુ કરવામાં આવ્યું છે.
સમાજમાં ફિલ્મ અને સોસિયલ મીડિયા જન માનસ જીવન પર ઘણી સારી અને ખરાબ અસર પાડતી હોય, માણસો પ્રેરણા અને દુષ પ્રેરણા લેતાં હોય છે, ખાસ વાત કરીએ તો આત્મહત્યા જેવાં ગંભીર દુષણ આધારિત બનાવાયેલ “ભીષ્મ” શોર્ટ ફિલ્મનાં ડાયરેક્ટર અને રાઇટર નીરવ મિસ્ત્રી અને કો. ડિરેક્ટર,પ્રોડ્યુશર પ્રિતેશ મિસ્ત્રી અને કલાકારો સાથે અમારા રિપોર્ટર નલિન ચૌધરીએ મુલાકાત કરી હતી.
સવાલ:- પત્રકાર, નલીન: ફિલ્મનું નામ અને કલાકરોનો પરિચય આપશો?
જવાબ:- કો. ડાયરેક્ટર, પ્રોડ્યુસર પ્રિતેશ મિસ્ત્રી: અમારી હિન્દી શોર્ટ ફિલ્મ ભીષ્મ નામે રીલીઝ થશે, અને ફિલ્મમાં જય સોની, જિમી ટંડેલ, હિરલ મિસ્ત્રી મુખ્ય પાત્રમાં નો રોલ ભજવ્યો છે, અને હિરેન જોગીયા મહેમાન કલાકારનાં રોલમાં જોવા મળશે.
સવાલ:- પત્રકાર, નલીન: આત્મહત્યા જેવાં ગંભીર વિષય પર ફિલ્મ બનાવવાનો વિચાર કેમ આવ્યો?
જવાબ:- ડાયરેક્ટર અને રાઇટર નીરવ મિસ્ત્રી: ગત દિવસોમાં બોલીવુડમાં બનેલી એક્ટર સુશાંતસિંહ રાજપૂત અને બીજા અન્યની આત્મહત્યાની ઘટનાએ અમને આ ગંભીર વિષય પર ફિલ્મ ”ભીષ્મ” બનાવવાનો વિચાર આવ્યો હતો.
સવાલ:- શોર્ટ ફિલ્મ “ભીષ્મ” બનાવવા પાછળનો આપનો હેતુ દર્શકોને જણાવશો?
જવાબ:- જય સોની મુખ્ય રોલ: અમારી ટીમનો મુખ્ય હેતુ સમાજમાં જાગૃતિ લાવવી અને યુવાનોને આત્મહત્યા એ સમસ્યાઓનું સમાધાન નથી તેથી તમારો પરિવાર વધુ દુઃખી અને પરેશાનીમાં આવી પડે છે, અને માનશીક તનાવ નું સમાધાન થઈ શકે છે, અને ભગવાને આપેલી અમુલ્ય જિંદગી આમ ટુકાવવી દેવી ન જોઈએ તેવું ફિલ્મ દ્વારા સંદેશો અમે સમાજમાં આપવા માંગીએ છીએ.
સવાલ:- કલાકારોને… ફિલ્મમાં તમારો યાદગાર સીન અને પાત્ર ભજવતી વખતેનો અનુભવ જણાવશો? નવોદિત કલાકારોએ પત્રકાર નલીનકુમાર સાથે મોકળા મને વાતો જણાવી હતી અને ફિલ્મમાં પોતાના ભજવેલા રોલ વિશે ચર્ચા કરી હતી વધુમાં કલાકારોએ જણાવ્યું હતું કે ભધુ મળી ને આખરે અમે દર્શકોને ફિલ્મ દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે, અને અમારા થી થાય તેટલો સારો અભિનય કર્યો છે,
“ભીષ્મ” શોર્ટ ફિલ્મનાં ડાયરેક્ટર અને રાઇટર નીરવ મિસ્ત્રી કો. ડિરેક્ટર પ્રોડ્યુશર પ્રિતેશ મિસ્ત્રી સાથે નવોદિત કલાકાર જય સોની, જિમી ટંડેલ, હિરલ મિસ્ત્રી લીડ પાત્ર અને હિરેન જોગીયા મહેમાન કલાકારનાં રોલમાં જોવા મળશે.
સમાજમાં કલંક અને દુષણ સમાન આત્મહત્યા જેવાં વિષય પર જાગૃતિનાં ભાગરૂપે તૈયાર થયેલ “ભીષ્મ” હિન્દી શોર્ટ ફિલ્મ દર્શકો માટે બહુ જલ્દી ઉપલબ્ધ થશે અને યુવાન વર્ગને જાગૃત કરવાનાં ભાગરૂપ તૈયાર કરાયેલ હિન્દી ભાષામાં “ભીષ્મ” ફિલ્મની સ્ટોરી દર્શકો અને યુવાનોને ખુબ જ ગમશે… ડાયરેક્ટર મિસ્ત્રી
ફિલ્મ જોવાની લીંક યુ-ટ્યુબ: @nirav mishtri પર જઈને અથવા અમારી ચેનલ ને subscribe કરી નોટિફિકેશન મેળવી શકશો.
વધુમાં “ભીષ્મ” શોર્ટ ફિલ્મનાં ડાયરેક્ટર અને રાઇટર નીરવ મિસ્ત્રી, કો. ડિરેક્ટર પ્રોડ્યુશર પ્રિતેશ મિસ્ત્રી સાથે નવોદિત કલાકાર જય સોની, જિમી ટંડેલ, હિરલ મિસ્ત્રી, હિરેન જોગીયાને ફિલ્મ બનાવવા માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.