
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ (ગ્રામીણ ભારતનો અવાજ)
આજરોજ તારીખ ૩૦.૧.૨૧ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉન્સિલ દ્વારા હિંમતનગર ખાતેની સબજેલના જેલર શ્રી ચાવડા સાહેબના સહયોગથી અને ડોક્ટર વલજીવાલા, ડોક્ટર મરિયમ, ડૉક્ટર વડાલીવાલા, તેમજ હિંમતનગર સિવિલ હોસ્પિટલના સંયુક્ત સહકારથી સાથે સ્કીનના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર મેઘાબેન તથા અન્ય ihrc નાં ટીમ મેમ્બર ઉપસ્થિત રહી તમામ બંધીવાન ભાઈઓને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં પ્રાસંગિક સંબોધન ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉન્સિલના ગુજરાતના પ્રેસિડેન્ટ (અર્બન અને રૂરલ બોર્ડનાં) જીગ્નેશભાઈ પંડ્યા સાહેબ દ્વારા માનવ અધિકારને લગતી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી,
અંતરાષ્ટ્રીય માનવ અધિકાર કાઉન્સિલના ગુજરાત અને ભારત ભરનાં અનેક રાજ્યોમાં માનવ જાગૃતિનાં કર્યો કરીને સમાજમાં છેક ગ્રામ્ય કક્ષાએ પણ જઈ ને પોતાના અધિકારો વિષે જાગૃત કરવાનું કામ કરી રહ્યાં છે, પ્રતિનિધિ અને તંત્ર વચ્ચે સુમેળ સાધી અનેક સમશ્યાઓ નું સમાધાન લાવી રહ્યાં છે, ત્યારે હિંમતનગર ખાતે ની સબજેલમાં જઈ અનોખો સેવા યજ્ઞ કર્યો હતો.
Ihrc દ્વારા આયોજિત હિંમતનગર ખાતેની સબજેલમાં આજના કાર્યક્રમમાં 138 કેદી ભાઈઓને ફ્રી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, અંતરાષ્ટ્રીય માનવ અધિકાર કાઉન્સિલના અનેક સદસ્યો હાજર રહ્યા હતાં, જેમાં ઇડરના પ્રેસિડેન્ટ વિક્રમભાઈ જોશી, રાજ્ય બોર્ડનાં જીગ્નેશ પંડીયા, નેશનલ બોર્ડનાં ગજેન્દ્રભાઈ પુરોહિત, રાજુભાઇ પટેલ, નિરંજનભાઈ શર્મા, મુરલીધર ચીચાણી, સંજય મુન્દ્રા, ઇસુબભાઈ મેમણ વગેરેએ હાજર રહી ને સમગ્ર કાર્યક્રમ માં ખૂબ સહકાર આપ્યો હતો.
#ihrc #graminTODAY #todaygramin (The voice of gramin Bharat) #ડિજિટલઇન્ડિયા #ગોગ્રીનઇન્ડિયા #પેપેરલેસઇન્ડિયા #Digitalindia #gogreenindia #paperlessindia