
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાનાં દક્ષિણ ડાંગ નાં નાયબ વન સંરક્ષક નિલેશ પંડયાની સુચનાં થી આહવા પુર્વે રેંજનાં RFO રાહુલભાઈ પટેલ અને તેમની ટીમે બોરખલ નજીક થી પસાર થતી ખાપરી નદીમાં ગેરકાયદેસર ચેકડેમનાં બાધકામમાં ખકડ પર બ્લાટીંગ કરતાં અટકાવતાં ગેરકાયદેસર બ્લાટીંગ કરનારા કોન્ટ્રાકટરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ડાંગ જિલ્લાનાં નાયબ વન સંરક્ષક નિલેશભાઈ પંડયાંને આજરોજ જાગૃત નાગરીકે મૌખિક ફરીયાદ હતી કે બોરખલ પાસેથી પસાર થતી ખાપરી નદીમાં પાણી પુરવઠા વિભાગ દ્રારા બનાવવામાં આવી રહેલ ચેકડેમ માં કોઈપણ પ્રકારની પરવાનગી વિના ગેરકાયદેસર બ્લાટીંગ કરવામાં આવી રહયું છે, જે ફરીયાદને ધ્યાને રાખી તેઓ તત્કાલિક આહવા પુર્વે રેંજનાં RFO રાહુલભાઈ પટેલને તપાસ યોગ્ય કાર્યવાહી કરવાં આદેશ કર્યો હતો, જે આદેશનું પાલન કરતાં આહવા પુર્વે રેંજનાં આર.એફ.ઓ. રાહુલ, ફોરેસ્ટ મનીષ સોનવણે , બિટગાર્ડ કિશોર ગામિત તથા તેમની ટીમે બોરખલ ગામ પાસેથી પસાર થતી ખાપરી નદીનાં રાણી દહાડ જંગલ ફોરેસ્ટ કંપાઊન્ડ નં .263 માં પાણી પુરવઠા વિભાગ દ્રારા બનાવવામાં આવી રહેલ ચેકડેમ ખાતે ધસી ત્યાં તે ચેકડેમ બનાવનારા કોન્ટ્રાકટર વેલજી રત્ન સોરઠીયાં, વડોદરા પાસે આ જંગલ વિસ્તારમાં બની ચેકડેમમાં બ્લાટીંગ કરવા માટે પરમીશન દસ્તાવેજો માંગ્યાં હતાં પરંતુ કોન્ટ્રાકટરે બ્લાટીંગ કરવાનાં કોઈપણ પરમીશન ન હોવાનું જણાવ્યું હતું જેથી RFO રાહુલ પટેલ તથા તેમની ટીમે કોન્ટ્રાકટરને ચેકડેમમાં બ્લાટીંગનું કામ અટકાવી દઈને બ્લાટીંગ નહી કરવાં સુચનાં આપી હતી, અને જો બ્લાટીંગ કરશે તો કાયદેસરનાં પગલાં ભરવામાં આવશે તેવી કડક સુચનાં આપી હતી. દક્ષિણ વન વિભાગનાં નાયબ વન સંરક્ષક નિલેશ પંડયાં તથા આહવા રેંજનાં આરએફઓ રાહુલ પટેલ તથા તેમની ટીમે જંગલમાંથી પસાર થતી ખાપરી નદીમાં કોન્ટાકટરને ગેરકાયદેસર બ્લાટીંગ કરતાં અટકાવતાં ગેરકાયદેસર બ્લાટીંગ કરનારામાં ફફડાટ ફેલાઈ ગયો છે.