
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન નાં માધ્યમ થકી બાળ સંસદની ચૂંટણી યોજાઈ:
ગામડાના બાળકો લોકશાહી જાણી શકે, ટકાવી શકે તે હેતુસર ચૂંટણી કરવામાં આવી રહી છે: આચાર્યશ્રી માધવસિંહ વસાવા
સર્જન વસાવા, નેત્રંગ : ભરૂચ જિલ્લાની શૈક્ષણિક ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે સારી એવી નામના ધરાવતી એકમાત્ર પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં આજ રોજ તા.૧૪,જૂન,૨૦૨૫ નાં રોજ બાળ સંસદ ની ચૂંટણી યોજાઈ હતી. નેત્રંગ અને દેડીયાપાડા તાલુકાના આસપાસના ૧૫ જેટલા ગામના શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૮ સુધીમાં ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓએ બાળ સંસદ ની રચના કરવા માટે મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં શાળા માંથી ૯ કન્યા અને ૭ કુમાર કુલ મળી ૧૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
આ બાળ સંસદ ની ચૂંટણી જે ગામડાઓમાં બાળકો લોકશાહી જાણી શકે અને તેને ટકાવી શકે તેને જીવંત રાખી શકે લોકશાહી નું જતન કરે, મતદાન નું મહત્વ શું છે, આપણો ઉમેદવાર કેવો હોવો જોઈએ તે તમામ બાબતો ને ધ્યાનમાં લઇ અને ચૂંટણી કઇ રીતે થાય છે તે માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન નાં માધ્યમ થકી બાળ સંસદ ની ચૂંટણી યોજાઈ હતી. બાળકો બાળપણ થીજ શાળામાં સારી એવી માહિતી મેળવે, સારુ એવું જ્ઞાન મેળવે અને આવનાર દિવસમાં દેશનાં ભવિષ્ય માટે સારી એવી વિકાસ ગાથામાં જોડાઈ શકે તે હેતુસર આ બાળ સંસદ ની ચૂંટણી કરવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી તેમજ શાળાના તમામ શિક્ષકશ્રીઓ દ્વારા બાળ સંસદ ની ચૂંટણીમાં ભાગ લીધો છે તેવા તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. અને આવનાર એક વર્ષ માટે પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં જે સંસદ ની જે રચના થાય એવી તમામ સમિતિઓમાં ખૂબ સારું કામ થાય અને બાળકો પણ શાળાની કામગીરીનો એક હિસ્સો બને અને મારી શાળા જેવી ભાવના પેદા થાય માટે બાળ સંસદ ની ચૂંટણી ની રચના કરી હતી.