
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત.
વલસાડ રક્તદાન કેન્દ્ર તરફથી યુવા મિત્ર મંડળનું સન્માન પત્ર આપી કરવામાં આવ્યું સન્માન:
વલસાડ જિલ્લામાં કોરોના મહામારીના સમયમાં લોકડાઉન દરમ્યાન વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા વિશ્વ રક્તદાતા દિને કરેલ હતું રક્તદાન, વલસાડ કેન્દ્ર દ્વારા મોબાઈલ વાન મોકલીને 30 થી વધુ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજન માટે મહત્વનો ભાગ ભજવી લોકોમાં રક્તદાન પ્રત્યે જાગૃત કરવા તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરનારા આયોજકોને આજે રક્તદાન કેન્દ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં યુવા મિત્ર મંડળ પારડી તાલુકા દ્વારા રોહિણા ગામે રક્તદાન શિબિર આયોજન કરવા બદલ યુવા મિત્ર મંડળ વતી.. આજ રોજ જીલ્લા કલેકટર સાહેબ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે પારડી યુવા મોરચાના ઉપપ્રમુખ મયંકભાઈ પટેલને કેન્દ્ર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મયંકભાઈ અને યુવા મિત્ર મંડળના યુવાનોના અથાગ પ્રયાસોથી અનેક જિંદગીઓને રક્તદાનથી નવજીવન મળ્યું છે. આગામી દિવસોમાં પણ તેમના દ્વારા આ પ્રકારના સેવાકીય કાર્ય માટે તેઓની ટીમ પ્રયત્નશીલ રેહશે તેવી પારડી યુવા મોરચાના ઉપપ્રમુખ મયંકભાઈ પટેલે આપી ખાત્રી. કોરોના મહામારીમાં ઉભી થયેલી લોહીની કમીનાં સમયમાં રક્તદાન કરીને લોકસેવાનાં કામ બદલ સર્વે યુવા મિત્રોને ખુબ અભિનંદન.