
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
ડાંગની માર્ગ ભૂલી ગયેલ મહિલાને તેમના ઘરે સુરક્ષિત પહોંચાડતી મહિલા અભયમ 181 હેલ્પલાઇનની ટીમ નવસારી:
નવસારી જિલ્લાના વાસદા તાલુકા થી એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ હેલ્પ લાઇન પર કોલ કરી જણાવેલ કે એક મહિલા માર્ગ ભૂલી જતા આમતેમ ભટકયા કરે છે, અને જેથી ૧૮૧ અભયમ રેસ્ક્યુ વાન ઘટનાસ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરી પૂછપરછ કરતા મહિલા તેનું નામ અને પોતાનું સરનામું જણાવેલ, અને તેઓના પતિ તેમને હેરાન કરતા હોવાથી તેઓ તેમના પિયરમાં રહે છે અને તેમને બે બાળકો છે જે તેમના પતિ સાથે રહેતા હોવાથી તેઓ તેમના પિતા સાથે રહે છે .અને હાલમાં તેઓ મજૂરી કામ કરવા માટે નવસારી જિલ્લામાં આવેલા હતાં અને તેઓ હાલ ઘરે જવા માટે નીકળેલા પરંતુ પૈસા ન હોવાથી ચાલતા મોડું થઈ ગયેલ છે, જેથી તેઓ રસ્તો ભૂલી ગયેલ અને તેઓ ગભરાઈ જતા આમ તેમ ભટકતા ફરતા હતા. અને પછી અંધારું થઈ જતા તેઓ એક ઘરે જઈને બેસી ગયેલ અને પછીથી તેઓએ પોતે ભૂલા પડેલ છે તેમ જણાવતા ગામના આગેવાનોએ ૧૮૧ ટીમની મદદ માંગી હતી. મહિલા સાથે વાતચીત કરી અને સાંત્વના આપી પુરુ સરનામું પૂછી તેઓ ડાંગ જિલ્લાના વતની હોવાથી તેઓએ જણાવેલ સરનામાં પર પહોંચી મહિલાને તેના ઘરે સુરક્ષિત પહોંચાડતા મહિલાના પરિવારોએ ૧૮૧ અભયમ ટીમનો આભાર માન્યો હતો.