
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાગબારાનાં “વે મેડ હાઈસ્કૂલ” પાટ ખાતે રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું;
નર્મદા: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજપીપલા તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરી, નર્મદા અને વે મેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, પાટ ના સંયુક્ત ઉપક્રમે S.V.S.કક્ષાનો ” રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શની ” નું આયોજન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન તડવી ના અધ્યક્ષ સ્થાને તથા સાગબારા મામલતદાર શ્રી બામભરોલીયા ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડો. દયારામ વસાવા તથા બાંધકામ સમિતિ ચેરમેનશ્રી અને મહિલા અને બાળ વિકાસ ચેરમેનશ્રી પણ હાજર રહ્યા હતા.
આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાગબારા ડેડીયાપાડા તાલુકામાંથી 36 શાળાઓની કુલ 42 કૃતિઓ આવી હતી. પાંચ વિભાગ માંથી કુલ 15 શ્રેષ્ઠ કૃતિઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે. આ પ્રદર્શન નિહાળવા આજુબાજુની શાળાઓ માંથી લગભગ 446 બાળકો તથા 80 શિક્ષકો આવ્યા હતા.
વે મેડ શાળાના આચાર્ય શ્રી બળવંતભાઈ પરમાર ના સુંદર આયોજન દ્વારા આ કાર્યક્રમ ખુબજ સફળતા પૂર્વક પૂર્ણ થયો અને અંતમાં ભાગ લેનાર દરેક શાળા, શિક્ષક અને વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા બાળ વૈજ્ઞાનિકોને શૈક્ષણિક કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. ડાયટ, નર્મદા ના પ્રોફેસરશ્રી રોબિન્સ ભગત દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા