
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સોનગઢ સીનીયર સીટીઝન હોલ ખાતે નિ:શુલ્ક આયુર્વેદ/હોમીયોપેથીક મેગા નિદાન સારવાર કેમ્પ યોજાયો:
વ્યારા-તાપી: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયુષ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર પ્રેરીત તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી તાપી તેમજ સોનગઢ નગરપાલિકા દ્વારા નિ:શુલ્ક આયુર્વેદ/હોમીયોપેથીક મેગા નિદાન સારવાર કેમ્પનું આયોજન સીનીયર સીટીઝન હોલ, સોનગઢ ખાતે કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમમાં આયુર્વેદના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા આયુર્વેદનું મહત્વ તેમજ કેમ્પમાં વિવિધ સારવાર વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ વધુમાં વધુ લોકોને આયુર્વેદ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરી હતી. આ કેમ્પમાં અંદાજિત ૧૨૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવના ગામીત, તાપી જિલ્લા આયુર્વેદ અધિકારી જયશ્રી ચૌધરી સહિત ૧૧ ડોક્ટરોની ટીમ, નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી પૂર્વી પટેલ, કારોબારી અધ્યક્ષ તેમજ નગરપાલિકા સોનગઢના તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.