મારું ગામ મારાં ન્યુઝવિશેષ મુલાકાત

અનુસૂચિત જનજાતિની પેટા ચૂંટણી ડાંગ-173 બેઠકનાં લેખા-જોખાં કોને ફાયદો?

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનાર છે. જેને લઈને ભાજપ પક્ષે આજે 7 બેઠકોનાં નામો જાહેર કર્યા છે, જેમાં અનુસૂચિત જન જાતિની ડાંગ 173 બેઠક માટે વિજયભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
ડાંગ જીલ્લો એટલે કુદરતનો અદભૂત  ખજાનો ડાંગની ભૌગોલિક પરિસ્થિતિ અને એમાંય ડાંગની પ્રજા એનો મિજાજ કઇ અનેરો છે મોદી લહેર પણ અહીંયા આવી ને થંબી જાય છે:  એનો મતલબ કે ડાંગની ભોળી પ્રજા પોતાના ધારાસભ્યને એની વર્તણુક પરથી જીત અપાવે છે, પૂર્વ ધારાસભ્ય મંગલભાઈ ગાવીત એક એવું વ્યક્તિત્વ  જે ડાંગના કોઈ પણ ખૂણે કઈ પણ તકલીફ માં પ્રજાની પડખે ઉભા રહેતા અને જમીન સાથે જોડાયેલા નેતા સાબિત થયાં છે, એ એમની જીતનું મુખ્ય કારણ હતું હવે કૉંગ્રેસ સાથે છેડો ફાડયા પછી બીજેપીએ એમને ટીકીટ નહીં આપતા હવે પ્રજા શુ પરિણામ આપશે એ હવે જોવાનું રહ્યું: 
કૉંગ્રેસમાંથી આવેલા કોઈ નેતાની આપણને જરૂર નથી એવું કહેવા વાળા ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલ પણ જુમલેબાજ જ સાબિત થયા. ગુજરાતમાં  5 કૉંગી નેતાઓને ટીકીટ ફાળવવામાં આવી છે, કથની અને કરણી  માં ફેર છે, સાહેબ!  
ડાંગ માટે હંમેશા બીજેપીનું ગણિત ખોટું પુરવાર થયું છે.ડાંગમાં જેમણે બીજેપીને પગભર કરી એવા તમામ પાયાના દિગગજ નેતાઓની બાદબાકી કરીને દર વખતે બીજેપી હારનો સામનો કરી એક સીટ ગુમાવે છે, 
ડાંગ બીજેપી દ્વારા સૌથી વધુ સમય પાર્ટી પ્રમુખ રહી ચૂકેલા રમેશભાઈ ચૌધરી, જિલ્લા મહામંત્રી દશરથભાઈ પવાર, હાલના પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, યુવાનેતા રાજુભાઈ ગામીતને પાર્ટી ધ્યાનમાં નથી લેતી, નાં આક્ષેપો હાલ પાર્ટી પર લગાવાય રહ્યાં છે, 
ડાંગમાં બીજેપીની શરૂવાત કરવામાં ઘણા કાર્યકર્તાઓનો ફાળો છે એમાં ઉપરના ત્રણેય દિગગજોનો પણ સિંહફાળો છે
રમેશભાઈ જે ડોન ગામના વતની છે અને રમેશ ડોન નામે જ ઓળખાય છે એમને ડોનનો ઐતિહાસિક રસ્તો બનાવીને ખૂબ લોકચાહના મેળવી અને પ્રજા વચ્ચે ખૂબ સારું વર્ચસ્વ ધરાવે છે પરંતુ બીજેપીએ એમની હમેશા ઉપેક્ષા કરી તેઓ પણ જમીન સાથે જોડાયેલા નિખાલસ અને પ્રજાવત્સલ નેતા છે, દશરથભાઈ પવાર જે હાલમાં જિલ્લા મહામંત્રી સાથે  સુબિર તાલુકાની જવાબદારી જેમના શિરે છે જે સમયે રામુભાઈ ઠાકરે સાહેબ જેમને ડાંગમા આજે પણ ખૂબ માનથી બોલવામાં આવે છે  એવા નેતા  થશે પણ નહીં રામુભાઈ ઠાકરે સાહેબ ખરેખર સિંહ હતા એમના સમયમાં જ્યારે બીજેપી પોતાના અસ્તિત્વ માટે ડાંગમાં સંઘર્ષ કરી રહી હતી ત્યારે અનેક સંઘર્ષ કરીને દશરથભાઇ પવાર બીજેપી માટે ખૂબ મહેનત કરી ત્યારે તેઓ ડાંગમાં બીજેપી ના પેહલા ઉમેદવાર હતા ધારાસભ્ય તરીકે તેમને પણ ત્યાર પછી એક પણ વાર પાર્ટી એ મોકો આપ્યો નથી અને બાબુરાવભાઈ પણ નિર્વિવાદ વ્યક્તિ છે આવા પાયાના કાર્યકર્તાઓની બાદબાકી કરીને મોદી લહેરમાં સતત હારનો સામનો કરી ચૂકેલા વિજયભાઈ પર પાર્ટીએ ભરોસો મુક્યો એમાં જુના કાર્યકર્તાઓને ઠેસ પહોંચી છે અગાઉ પણ આંતરીક વિખવાદ કારણે વિજયભાઈ એને અનેકવાર  હારનો સામનો કરવો પડ્યો છે, ગુજરાત ભાજપની સરકાર માટે પેટા ચૂંટણી હંમેશા લાભદાયી નીવડી છે, તો શું વિજયભાઈનો રથ આગળ વધશે?
ગુજરાતમાં બીજેપી ની આટલા વર્ષોથી સરકાર છે અને મોદીજી આજે દિલ્હીમાં બીજી વાર આસીન થયા અને ડાંગમાં પોતાના મંત્રીઓની ટિમ બીજેપીએ ઝોકી દીધી હોવા છતાં ડાંગની પ્રજાનો મિજાજ સમજવામાં બીજેપીએ હમેશા થાપ ખાધી છે વિજયભાઈનો મિજાજ પ્રજા નથી સમજતી કે પ્રજાનો મિજાજ બીજેપી નથી સમજતી એ હવે પરિણામ જ બતાવશે! 
પણ હવે ઘવાયેલો સિંહ મંગળભાઈ કોને ટેકો આપે છે એના પર જીતની બાજી નક્કી થશે,મંગળભાઈ ખ્રિસ્તી મતદાતાઓમાં મજબૂત પકડ ધરાવે છે, હાલના તબક્કે તો કૉંગ્રેસના ફાળે પણ જીતની બાજી જતી હોય એમ લાગે છે, છોટુભાઈ વસાવાની બિટીપી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારશે, સુબિર માં બીજેપીનું વર્ચસ્વ ઓછું છે ત્યાં બિટીપીનું જોર વધારે છે, અપક્ષ,આમઆદમી પણ મેદાનમાં ઉતરશે!  હવે જોવાંનું એ રહ્યું કે કેવા રાજકીય સમીકરણો બેસે છે ડાંગની ખાલી પડેલી ધારાસભ્યની સીટની દોડમાં કોણ વિજેતા બને છે? 
દિગગજ હરીફોને હરાવીને હમેશા વિજયભાઈ પટેલના ફાળે ટીકીટ તો જાય છે પણ જીત મળતી જ નથી આ વખતે વિજયભાઈની હારની હેટ્રિકમાં એક હાર ઉમેરાય છે કે હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હે એમ વિજયભાઈ જીતી બતાવે:
ગત દીવસોમાં બીજેપીના ઘણા વાટ્સ અપ ગ્રુપમાં જુના નરેગાના કામોના બાકી પેમેન્ટને લઈને વિરોધ અને મીડિયા કર્મી સાથે સીધા વિજયભાઈના કાર્યકર્તાઓ સંઘર્ષમાં ઉતરી ગયા હતા, મીડિયા સાથે સંઘર્ષ અને આંતરિક વિખવાદ વિજયભાઈને વિધાનસભા સુધીના સંઘર્ષમાં ક્યાં લઇ જાય છે એ હવે આગામી સમય બતાવશે,

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है