ક્રાઈમ

બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા:

શ્રી હરીકૃષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી હિંમકરસિંહ પોલીસ અધિક્ષક, નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં કોવીડ ૧૯ મહામારીના કપરા સમય દરમીયાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરના ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને તેમજ ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયેલ સમાચારના આધારે શ્રી એમ.બી. ચૌહાણ. ઇ.ચા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદાનાઓએ સ્ટાફના માણસો સાથે PHC ગંગાપુરના ડો. શ્રી રિપલકમારી અરવિંદભાઇ વસાવા નાઓને સાથે રાખી કાકરાપાડા, તા-ડેડીયાપાડા ખાતે સોમાભાઇ પાંગડાભાઇ તડવી નાઓના મકાનમાં બાતમી હકિકતના આધારે રેડ કરતા પ્રશાંત સચીન બીસ્વાસ રહે- કાકરાપાડા, તા-ડેડીયાપાડા જી-નર્મદા મુળ રહે- ખલવપુર પોસ્ટ-અરબાંદી જી- નુધીયા (વેસ્ટ બંગાલ) નાનો દવાખાનું ચલાવતો હોવાનું જણાઇ આવેલ સદર ઇસમને મેડીકલ ડીગ્રી કે સર્ટીફિકેટ અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટીફિકેટ હોવા બાબતે સંતોષકારક જવાબ નહિ આપતા આખરે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ- ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરાજ(નીલો) એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે રૂ. ૩૩,૮૧૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

બોગસ સર્ટી આધારે પ્રેક્ટિસ કરતા ડોક્ટરને ઝડપી પાડતી એલ.સી.બી નર્મદા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है