
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
માતા સહિત બાળકને હેમખેમ પરિવાર સુધી પહોંચાડતી 181મહિલા અભ્યમ્ હેલ્પલાઇન તાપી.
વ્યારા-તાપી: ગત રોજ એક ત્રાહિત વ્યક્તિ એ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરી જણાવેલ કે એક મહિલા અને બાળક સોનગઢ બ્રિજ નીચે ઘણા સમય થી બેઠેલા છે રાત્રી ના સમયે કોઈ અજુગતી ઘટનાનો ભોગ ના બને તે માટે મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો જેથી અભયમ રેસ્ક્યુ ટીમ વ્યારા તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત દ્વારા તેના ભાઈનું સરનામું મેળવી બાળક સહિત પહોંચાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ મૂળ ઉચ્છલ પાસે ના ગામના દંપતી કડિયા કામ કરી રોજગારી મેળવવા સોનગઢ રહેતા હતા આહૂરીબેન (નામ બદલેલ છે )અંદાજે 35 વર્ષ ના હતા જેઓ ને ત્રણ વર્ષ નું બાળક હતું.બંનેની મજૂરી કામ ના રૂપિયા માંથી આહૂરીબેન ના પતિ વ્યસન કરતા જેથી બંને વચ્ચે અવાર નવાર ઝગડા થતા હતા ગત રોજ આ બાબત ને લઇ બંને વચ્ચે ઝગડો થતા તેના પતિ બાળક સહિત તેને મૂકી ભાગી ગયા હતા, આહૂરીબેન અજાણ્યા હોવાથી કયાં જવું પરંતુ સમજ ના પાડતા બ્રિજ નીચે બાળક સહિત બેઠા રહ્યા હતા
અભ્યમ્ ટીમ ને પૂછતાં તેઓ એ જણાવેલ કે તેના પતિ કયાં રહે પરંતુ તે કયાં રહે છે તેની જાણકારી કે મોબાઈલ નંબર પણ ના હતો અને તેમને પતિ પાસે જવુ ના હતું.
મહિલા અભ્યમ્ ટીમે ઉચ્છલ રહેતા ભાઈનું સરનામું મળતા બાળક સહિત માતા ને તેમના ભાઈ સુધી પહોંચાડ્યા હતા.