
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
“મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત દેડીયાપાડા ની કોવિડ-૧૯ હોસ્પિટલ-કોવિડ કેર સેન્ટર અને ગ્રામ્યકક્ષાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લેતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ:
નર્મદા: ગુજરાતના સહકાર, રમત- ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના હાથ ધરાયેલા રાજ્ય વ્યાપી અભિયાન અંતર્ગત આજે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન દેડીયાપાડા તાલુકાની એગ્રીકલ્ચર કોલેજ ખાતેના કોવિડ કેર સેન્ટર, દેડીયાપાડાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલ, સાગબારા તાલુકાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સાગબારાની આદર્શ નિવાસી શાળાના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર અને સાગબારા તાલુકાના પાટલામઉ ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર વગેરેની મુલાકાત લઇ જે તે કોવિડ-૧૯ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ તબીબી સેવાઓ આનુષંગિક ઉપકરણો, દવાઓનો જથ્થો અને ફરજ પરના તબીબી અધિકારીશ્રીઓ, સ્ટાફ નર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિતની વિસ્તૃત જાણકારી મેળવી આરોગ્યતંત્ર સાથે જરૂરી પરામર્શ કર્યો હતો.
મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે જે તે ગામમાં કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળના દરદીઓના ખબર અંતર પુછી તેઓ જલ્દીથી સાજા થઇને તેમના ઘરે પરત ફરે તેવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી.
મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલની દેડીયાપાડા – સાગબારા ની આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારીશ્રી. દિપક બારીયા, સંબંધિત વિસ્તારના તબીબી અધિકારીશ્રીઓ, તાલુકાના પદાધિકારીશ્રીઓ-અધિકારીઓ, સ્થાનિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.