
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
લોકડાઉનમાં મંદી નું ગ્રહણ લાગ્યું હોય ઘરાકી પણ ઓછી જોવા મળતા કેટલાક વેપારીઓએ પાલીકા હરાજી માં દુકાનો લીધી છતાં માલ ભર્યો નથી
રાજપીપળા : રાજપીપળાના મુખ્ય ગાર્ડનમાં દર વર્ષે દિવાળી પર્વ પહેલા ધમધોકાર ચાલતી ફટાકડાની દુકાનો ચાલુ વર્ષે મંદીના કારણે અડધા ઉપરની બંધ હાલતમાં જણાઈ રહી છે. જાણે લોકડાઉનનું ગ્રહણ લાગ્યું હોય એમ વેપારીઓએ પાલીકા પાસે હરાજીમાં દુકાનો લીધી ખરી પરંતુ હજુ મોટા ભાગની દુકાનો બંધ હાલતમાં જોવા મળે છે. જ્યારે જે ચાર પાંચ દુકાનો ખુલી છે તેમાં પણ ગ્રાહકો જણાતા નથી, માટે આ વર્ષે દિવાળીના તહેવાર ને અઠવાડિયું બાકી હોવા છતાં બજાર માં હજુ ખરીદી માટે કોઈ ખાસ ભીડ જણાતી નથી, તેવા સમયે વેપારીઓની હાલત બગડી છે. આગામી અઠવાડિયામાં ગ્રાહકો આવશે તેવી રાહ જોઈ વેપારીઓ આશા સેવી રહ્યા છે.