દક્ષિણ ગુજરાત

ડુંગરાળ પ્રદેશ ડાંગની ધરાને જળધર બનાવવાની દિશામા નક્કર પ્રયાસ:

રૂ.૮૬૬ કરોડ ઉપરાંતની આ યોજના જ્યારે સાકાર થશે ત્યારે ડાંગના ઇતિહાસમાં 'ગંગા અવતરણ' ની જેમ 'ન ભૂતો ન ભવિષ્યતિ' બની રહેશે :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડુંગરાળ પ્રદેશ ડાંગની ધરાને જળધર બનાવવાની દિશામા નક્કર પ્રયાસ:

રૂ.૮૬૬ કરોડ ઉપરાંતની આ યોજના જ્યારે સાકાર થશે ત્યારે ડાંગના ઇતિહાસમાં ‘ગંગા અવતરણ’ ની જેમ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ બની રહેશે :

દિનકર બંગાળ, વઘઈ : રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવે છે. અહીંની પરિસ્થિતિ અનુસાર ડુંગરો અને કોતરોમાં રહેતા આદિવાસી પ્રજાજનો છુટા છવાયેલા ઘરોમાં વસવાટ કરે છે. અહીંની સ્થિતિ અને પરિસ્થિતિ જોઈએ તો આ પરિવારોની પીવાના પાણીની જરૂરિયાત સંતોષી શકાય તે માટે અહીં કોઈ રીલાયેબલ સરફેસ સોર્સ (ડેમ, તળાવ વિગેરે) નથી.

ડાંગ જિલ્લામાં ૩૦૮ ગામો અને ૩ શહેર (આહવા, વઘઇ અને સુબીર)નો સમાવેશ થાય છે. જેની હાલની (સને ૨૦૨૩) વસ્તી ૨,૪૪,૩૨૫ ગ્રામ્ય તથા ૨૯,૬૨૪ શહેરી તથા ભવિષ્યની (સને ૨૦૫૩) ૩,૬૬,૪૮૭ તથા ૪૪,૪૩૬ અનુક્રમે થવા જાય છે. જે અનુસાર હાલની પાણીની જરૂરિયાત કુલ ૩૦ MLD તથા ભવિષ્યની ૪૪ MLD થવા જાય છે. હાલે જિલ્લાના ૩૧૧ ગામો પૈકી ૧૪૫ ગામો ચેકડેમ તથા કુવા આધારીત ૨૭ જુથ પાણી પુરવઠા યોજનામાં આવરી લેવાયા છે. જે યોજનાઓ ૪૦ અને ૬૦ LPCD મુજબની છે.

આ ઉપરાંત જિલ્લામાં કુલ ૮૬૩૮ હેન્ડપંપ તેમજ ૭૬૦ જેટલી મીની પાણી પુરવઠા યોજના કાર્યરત કરવામાં આવી છે.

આ બધી યોજનાઓના સોર્સ એવા કુવા અને ચેકડેમોમાં ઉનાળા દરમિયાન પાણીના સ્તર નીચા જવાથી તેમજ ડેમોમાં પાણી સુકાઈ જવાના કારણે પાણીની ઘણી વિકટ સમસ્યા સર્જાવા પામે છે.

જેના કાયમી નિવારણ માટે તાપી નદીના કાકરાપાર વિયરના ઉપર વાસમાં ઇન્ટેકવેલ બનાવી ડાંગ જિલ્લાના કુલ ૨૭૬ ગામો અને ૩ શહેરી વિસ્તારો માટે ભવિષ્યની જરૂરીયાત ૩૭.૧૭ MLD પાણીની જરૂરિયાત માટે બલ્ક પાઇપલાઇનનું આયોજન કરવામાં આવ્યું છે.

ડુંગરાળ પ્રદેશ ડાંગની ધરા ને જળધર બનાવવાની દિશામા આગળ વધી રહેલી આ યોજના દ્વારા યોજનામાં સમાવિષ્ટ ગામો પૈકી છેવાડાના ગામો તેમજ ફળિયાઓ સુધી ઉનાળાની આખરી સીઝનમાં પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યુ છે.

કાકરાપાર વિયર આધારીત તાપી-ડાંગ બલ્ક પાઇપ લાઇન યોજના તૈયાર કરતા અંદાજીત નેટ કિંમત રૂ. ૭૩૮૩૫.૩૪ લાખ અને ગ્રોસ કિંમત રૂ. ૮૬૬૩૫.૨૮ લાખ (૧૭.૮૫ % ઇ.ટી.પી. ચાર્જીસ) ની વહીવટી મંજુરી ગુજરાત સરકારના નર્મદા, જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તા.૧૩/૯/૨૦૨૩ ના એક ઠરાવથી આપવામાં આવી છે.

કાકરાપાર વિયર આધારીત તાપી-ડાંગ બલ્ક પાઇપલાઇન યોજના માટે ત્રણ પેકેજમાં ટેન્ડર કરવામાં આવ્યા છે. જેમાં પેકેજ-૧ના કામનો વર્ક ઓર્ડર તારીખ ૧૬/૩/૨૦૨૪ ના રોજ બે વર્ષમાં પૂર્ણ કરવાની શરતે આપવામાં આવ્યો છે. જેમાં ઈન્ટેક વેલ, રાઈઝીંગ મેઇન, ફિલ્ટર પ્લાન્ટ અને સંપના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે માર્ચ માસ સુધી રાઈઝીંગ મેઇન ૮૧૩ mm ના MS પાઇપ ૪૫.૯૪ કિમી એજન્સી દ્વારા સપ્લાય કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૧ કિમીમાં પાઇપ લેઈંગની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. તેમજ સંપ અને પાઈપ લાઈનના ડ્રોઈંગ પણ મંજુર કરવામાં આવ્યા છે.

ઉપરાંત પેકેજ-૨ના કામનો વર્ક ઓર્ડર પણ તારીખ ૧૬/૩/૨૦૨૪ ના રોજ બે વર્ષમાં પૂર્ણ કરવાની શરતે આપવામાં આવ્યો છે. જેમાં ડાંગ જિલ્લાના કુલ ૯૯ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પાઈપ લાઈન તેમજ સંપના વર્કિંગ સર્વેની કામગીરી એજન્સી દ્વારા પુર્ણ કરવામાં આવી છે. એજન્સી દ્વારા એમ.એસ.પાઈપ ૧૬.૭૪ કિમી તથા જી.આઈ.પાઈપ ૧૦૨.૩૮ કિમી. સપ્લાય કરવામાં આવ્યા છે. જેમાંથી એમ.એસ.પાઈપ ૬.૩૫ કિમી તથા જી.આઈ.પાઈપ ૫૧.૧૬ કિમીમાં પાઇપ લેઈંગની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જ્યારે વિલેજ લેવલના સંપની કામગીરી પ્રગતિ હેઠળ છે.

યોજનાના પેકેજ-૩ના કામનો વર્ક ઓર્ડર તારીખ ૫/૩/૨૦૨૪ ના રોજ બે વર્ષમાં પૂર્ણ કરવાની શરતે આપવામાં આવ્યો છે. જેની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે.

ડાંગ જિલ્લામાં આ યોજના માટે જંગલ વિસ્તારની કેટલીક જમીન જેમાં સુરત ફોરેસ્ટ હસ્તકની ૨.૨૪૯૮ હેકટર, તાપી ફોરેસ્ટ હેઠળની ૪.૪૦૭ હેકટર, વલસાડ ફોરેસ્ટની ૦.૧૪ હેકટર અને ડાંગ ફોરેસ્ટ વિભાગની ૩૫.૭૪૯૧ હેકટર મળી કુલ ૪૨.૫૪૫૯ હેકટરની જમીન મેળવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે.

આ યોજના માટે જંગલ ખાતા હસ્તકની ઉક્ત જમીનની ફાળવણી કરવાની થતી હોવાથી તેની સામે, વનીકરણ અર્થે જંગલ ખાતાને અન્ય જમીન ફાળવવાની થાય છે. આ જટિલ જમીની પ્રક્રિયા માટે છેક કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બુધા ગામે રેવન્યુ સર્વે નંબર ૧૬૦ પૈકી ૧૫૦ હેકટર જમીન વળતર, વનીકરણ અર્થે મેળવવા માટે તા.૨૯/૪/૨૦૨૪ ના એક પત્રથી કલેકટરશ્રી, ભુજ-કચ્છને કાર્યપાલક ઈજનેર, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ભુજ દ્વારા અરજી કરવામાં આવી છે. વન વિભાગની આ ફાઈલો માટે જે જગ્યા લેવામાં આવી રહી છે તેના ડીઆઈએલઆર સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, અને તેનો અહેવાલ ભુજ જિલ્લાના કલેકટરશ્રીને મોકલી પણ આપવામાં આવ્યો છે.

ડીઆઈએલઆરના અહેવાલ મુજબ કલેકટરશ્રી, ભુજ દ્વારા જમીનના દર ના વિશ્લેષણ સહિત પ્રાંત કચેરી-નખત્રાણા દ્વારા માંગવામાં આવેલ જમીનની જંત્રીની કિંમત સહિતની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી પૂર્ણ થતાં ડિમાન્ડ નોટ માટે ચલણ બહાર પડાશે.

આમ, ગુજરાતના એક છેડે (ડાંગ)થી તે બીજે છેડે, છેક કચ્છ સુધી સરકારી ફાઈલોની અવરજવર બાદ, પુણ્યસલીલા તાપીના નીર જ્યારે ડાંગમાં પ્રવેશસે ત્યારે, જિલ્લાના ૩૧૧ ગામો પૈકી ૨૭૯ ગામોને આ પાણી પુરવઠા યોજનામા આવરી લઈ ઇતિહાસ રચાશે, અને તે સાથે જ જ્યારે આ યોજના જમીન પર સાકાર થશે ત્યારે તે ડાંગના ઇતિહાસમાં ‘ગંગા અવતરણ’ ની જેમ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ બની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है