
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા કુમારશાળા ગ્રુપ શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધા યોજાઇ;
પ્રધાનમંત્રી પોષણ યોજના, મધ્યાન ભોજન યોજના (મ.ભો.યો.)અંતર્ગત તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધા ડેડીયાપાડા કુમારશાળા ગ્રુપ શાળા ખાતે યોજાઇ હતી. મધ્યાન ભોજન યોજનામા ફરજ બજાવતા કર્મચારી સંચાલક, રસોઈયા, મદદનીશની મામલતદાર મધ્યાન ભોજન યોજના ડેડીયાપાડા દ્વારા કુકિંગ સ્પર્ધાનું આયોજન. 26 માર્ચના રોજ કરવામાં આવ્યું.
વાનગી સ્પર્ધામાં 26 વાનગીઓ રજૂ થઇ હતી, જેમાં ખીચડી, દાળ ઢોકળી, દાળ, ભાત જેવી વાનગીઓ શાળા કક્ષાએ જે બાળકોને પીરસવાની થતી હોય છે તે બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા કુમારશાળા પ્રથમ ક્રમાંક, ઝરણાવાડી પ્રાથમિક શાળા બીજો ક્રમાંક, અને પીપલા કંકાલા પ્રાથમિક શાળા ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. વિજેતાને અનુક્રમે 5000 ,3000, 2000 ઇનામ સાથે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વાનગી સ્પર્ધાના ઉદઘાટન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય હિતેશભાઈ ડી.વસાવાએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો અને પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું . આજના કાર્યક્રમમાં મામલતદાર મ.ભો.યો., બીટ નિરીક્ષક અને ગ્રુપ આચાર્ય સી.આર.સી કો-ઓર્ડીનેટર, H-tat આચાર્ય, icds નો સ્ટાફ ઉપસ્થિત રહી નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી.