
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી
માંગરોળ- ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાની ૧૯ વર્ષની દલિત વર્ગની યુવતી સાથે કથિત રીતે થયેલા સામુહિક બળાત્કાર અને બરબરતા પૂર્વક થયેલ મારપીતને કારણે મૃત્યુ થયું છે.
આ ઘટનાને સુરત જિલ્લા કોંગ્રેસ પરિવાર નિંદા કરે છે,સાથે જ સામુહિક બળાત્કાર અને મારપીટના કારણે થયેલ મૃત્યુની કાનૂની કાર્યવાહીમાં પરિવારજનોને ન્યાય મળી રહે, એ માટે સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા આવતી કાલે તારીખ ૫ મી ઓક્ટોબરના સોમવારના રોજ બોપોરે ૧૨ કલાકે, માંગરોળ પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવેલા માંગરોળ તાલુકાનાં મોસાલી ચારરસ્તા ખાતે ધરણા અને ઉત્તરપ્રદેશ સરકારના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાનીમાં રાખવામાં આવ્યો છે, આ કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ આગેવાનો હોદેદારો અને કાર્યકરોને કોવિડ-૧૯ ની ગાઈડલાઈન મુજબ ફરજીયાત માસ્ક પહેરીને આવવા તથા સોસીયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.