
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ફુલસર ગામની પંડિત દિનદયાળ ગ્રાહક ભંડારનાં સંચાલકને ફટકારી કારણદર્શક નોટિસ:
બેબાર ગામનાં લોકોની વેદના સાંભળતા ડેડીયાપાડા મામલતદાર સાહેબ… તંત્ર આવ્યું હરકતમાં,
રેશનકાર્ડ ધારકોના ફિંગર પ્રિન્ટ મેળવી ને અનાજ ની પાંખો આવી જતા થઈ જાય છે ગાયબ;

ડેડીયાપાડા તાલુકાના બેબાર ગામના લોકોએ ભારે વિરોધ કરી મામલતદાર ને આવેદન આપી જણાવ્યું હતું કે છેલ્લા કેટલા માસથી દુકાનદાર ના દૂરવ્યવહાર તેમજ અનાજ ઉચાપત કરી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ઓનલાઇન એન્ટ્રી કરી અનાજ અપાતું નથી, આ સમગ્ર મામલે ડેડીયાપાડા મામલતદારે દુકાનદારને કારણ દર્શક નોટિસ પાઠવી હતી. પરંતુ શું આ દુકાનદાર સામે કડક પગલાં લેવાશે કે ફક્ત નોટિસ આપી ખુલાસો કરી આમને આમ ચાલતું રહેશે કે કેમ? તેવી લોક ચર્ચાએ વેગ પકડ્યું છે. આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છતાં પણ તંત્ર એ આ બાબતને હલકામાં લેવી જોઈએ ? શું અન્ય દુકાનોમાં પણ આ પ્રકારના આદિવાસીઓને મળતા અનાજમાં ગેરરીતિઓ ચાલતી હશે? આ એક તપાસનો વિષય બન્યો છે, પરંતુ રેશનકાર્ડ ધારકોના ફિંગર પ્રિન્ટ મેળવી ને અનાજ ની પાંખો આવી જતા ગાયબ થઈ જાય છે, આ ગરીબોના હક નું અનાજ આકાશમાં ગયું કે પાતાળમાં એવો જન આક્રોશ હાલ બેબાર ગામના ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ત્યારે એ જોવું રહ્યું કે આ બાબતે તંત્ર કડક પગલાં લેશે કે પછી આમ ને આમ જ ભ્રષ્ટાચારિયો ને વેગ મળતું રહેશે એતો ભગવાન જાણે…..!!!
				
					


