
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
પ્રાપ્ત માહિતી મુજબ તા ૧૮ ઑક્ટોબરને સાંજ ના ૬:૪૫ ના સમય ગાળા દરમ્યાન ૨ ટ્રક ભેંસોની ડેડીયાપાડા તરફ થી મહારાષ્ટ્ર તરફ પસાર થઈ રહી હતી,ટ્રક ને રોકી અને તપાસ કરતા તત્કાળ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવી હતી, જે ટ્રક નંબર GJ.16-X-7296 ચાલક જીતેન્દ્ર ભાઈ પ્રતાપસિંહ ચાવડા ઉંમર ૫૪ વર્ષ, રહે. આશ્રય સોસાયટી પાસે ભરૂચ તા.જી.ભરૂચ નાએ પોતાના વાહનમાં ૮ મોટી ઉમરની ભેંસ તથા ૨ પાડીયા ભરી તેમજ (૨) ટ્રક નંબર GJ-16-V-4444 ના ચાલક રીયાજભાઈ ઈશાકભાઈ મોયાવાલા ઉ,વ. ૫૫ રહે.મદીના હોલ ની પાસે ભરૂચ તા.જી.ભરૂચ નાએ પોતાના વાહનમા ૮ મોટી ઉમરની ભેંસ તથા ૮ પાડીયા ભરી આ ટ્રક ચાલકે પોતાના કબજાની ટ્રકમાં ભેંસો તથા પાડીયા માટે ઘાસચારા અને પાણીની સગવડ નહીં રાખી અને વાહનમાં પશુઓ દોરતા વડે ચુસ્ત રીતે બાંધી હવા ઉજાસ ન મળી રહે તે રીતે વાહનમાં તાડપત્રી બાંધી પશુની હેરફેર (ટ્રાંસપોર્ટેશન ) ની આર.ટી.ઓ.શ્રી ના પાસ પરમીટ વગર વાહન સાથે ટ્રક વાહનો નંગ -૦૨ કુલ કિંમત રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- તથા કૂલ ભેંસ મોટા ઉમરની નંગ- નંગ-૧૬ કિ.રૂ. ૩.૨૦.૦૦૦ તેમજ નાના પાડીયા ને ૧૦ કુલ કિ.રૂ. ૨૦,૦૦૦/- નો મળી કુલ કિ.રૂ. ૧૩,૪૦.000/- સાથે કુલ મુદ્દા માલ જપ્ત કરી બંને ટ્રક ચાલકની ધરપકડ કરી ડેડીયાપાડા પી.એસ.આઇ.શ્રી આર.આઇ.દેસાઈ એ વધુ તપાસ હાથ ધરી છે.
આજે સતત ત્રીજા દિવસે ભેંસોની હેરાફેરી કરતા ઇસમોને પકડવામાં આવ્યા છે, ૧૬ ઓક્ટોમ્બરના રોજ ૨ ટ્રક ,૧૭ ઓક્ટોમ્બર ના રોજ ૧ ટ્રક તેમજ ૧૮ મી ઓક્ટોમ્બરના રોજ ૨ ટ્રક સહિત ત્રણ દિવસ માં કુલ ૫ ટ્રક ઝડપી લેવા માં આવી છે, આગામી દિવસોમાં ગેરકાયદેસર ભેંસોની હેરાફેરી કરતા ઇસમો હજુ પણ પકડાશે? કે હવે પોતે એમના ધંધા પર લગામ લગાવશે??? એ જોવું રહ્યું.