રાષ્ટ્રીયવિશેષ મુલાકાત

પોતાના જન્મદિવસે જનસેવા ધર્મ જારી રાખતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી. વિજયભાઈ રૂપાણી:

સુરત ખાતે કોરોના વોરીયર્સને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તમારી સેવામાંથી પ્રેરણા લઇને ઘણા લોકો કામ કરી રહ્યા છે. સેવાનું કોઈ મૂલ્ય હોતું નથી.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત 

મુખ્યમંત્રીએ લીધી સુરતની મુલાકાત, પોતાના જન્મદિવસે પણ  જનસેવા પરમો ધર્મ જારી રાખતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી:

નવી સિવિલના હેલ્પ ડેસ્ક ખાતે કોરોના દર્દીઓના પરિજનો સાથે આત્મીય સંવાદ- ખબરઅંતર પૂછ્યા:
 કોરોના વોરિયર્સના પ્રતિભાવો સાંભળ્યા,
 વર્ગ-૪ના સફાઈકર્મીઓની સેવાને બિરદાવી મોમેન્ટોનું વિતરણ,
 પ્લાઝમા ડોનરોને પ્રમાણપત્ર વિતરણ,

સુરત:રવિવાર: પોતાના જન્મ દિવસને અનોખો અને યાદગાર બનાવતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સુરતની મુલાકાતે તેઓ એ કોરોનાગ્રસ્ત દર્દીઓ ઝડપથી સાજા થાય, તેમને જરૂરી તમામ સુવિધાઓની આપૂર્તિ થાય તેમજ તેમના પરિજનોને પુરતી સાંત્વના મળી રહે સાથે આરોગ્ય સેવાઓની સમીક્ષા તેમજ કોરોના ફ્રન્ટ લાઈન  વોરીયર્સને પ્રોત્સાહન અને સન્માન આપી  સુરતની મુલાકાત યાદગાર બનાવી:


સૌપ્રથમ મુખ્યમંત્રીશ્રીએ નવી સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતેના હેલ્પડેસ્કની મુલાકાત લઈ કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને દર્દીઓની તબિયત અંગે અને ત્યારબાદ સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી, આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી ડો.જયંતિ રવિ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે.કૈલાસનાથન જોડાયા હતા.
સિવિલ હોસ્પિટલના કોવિડ૧૯ ટ્રેનિંગ સેન્ટર ખાતે મુખ્યમંત્રીશ્રીએ કોરોના ફ્રન્ટલાઈન વોરિયર તબીબો, નર્સો, એમબીબીએસના વિદ્યાર્થીઓ, આરોગ્યકર્મીઓ અને સફાઈકર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે, લોકોની જેઓ સેવા કરે છે, તેમના સન્માન કરવાનો આ મોકો પણ છે, અને જન્મ દિવસને યાદગાર બનાવ્યો છે.
આ મહામારીમાં ‘સ્વ’ની પરવા કર્યા સિવાય લોકોની સેવા કરનાર કોરોના યોદ્ધાઓને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના સંક્રમણને કંટ્રોલ કરવામાં આપ સૌની ભૂમિકા અગત્યની રહી છે, અને તેનું શ્રેય પણ આપ સૌને જાય છે. ઇશ્વરે એક સારા કામની તક આપી છે, તે માટે સૌ ભાગ્યશાળી છે. આપત્તિને અવસરમાં પલટાવવાની માનસિકતાને વધારી આગળ વધવું જોઈએ. કોરોના વોરીયર્સને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તમારી સેવામાંથી પ્રેરણા લઇને ઘણા લોકો કામ કરી રહ્યા છે. સેવાનું કોઈ મૂલ્ય હોતું નથી. સેવા કરનારાઓને જેટલા બિરદાવીએ એટલું ઓછું છે તેમ કહી મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની જનતા વતી આ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને બિરદાવ્યા હતા અને ફરીથી અભિનંદન આપ્યા હતા. સેવા કરનારાઓને સન્માન કરવાના મળેલા મોકાએ,જન્મદિવસને યાદગાર બનાવ્યો છે:-મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

 વર્ગ-૪ના સફાઈકર્મીઓની સેવાને બિરદાવી મોમેન્ટોનું વિતરણ
 પ્લાઝમા ડોનરોને પ્રમાણપત્ર વિતરણ

પોતાના જન્મદિવસે જનસેવાને જારી રાખતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાગ્રસ્ત દર્દીઓ ઝડપથી સાજા થાય, તેમને જરૂરી તમામ સુવિધાઓની આપૂર્તિ થાય તેમજ તેમના પરિજનોને પુરતી સાંત્વના મળી રહે સાથે આરોગ્ય સેવાઓની સમીક્ષા તેમજ કોરોના ફન્ટલાઈન વોરીયર્સને પ્રોત્સાહન અને સન્માનવા સુરતની મુલાકાત લીધી હતી.
સૌપ્રથમ મુખ્યમમંત્રીએ નવી સિવિલ કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતેના હેલ્પડેસ્કની મુલાકાત લઈ કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને દર્દીઓની તબિયત અંગે અને ત્યારબાદ સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી, આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી ડો.જયંતિ રવિ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કે.કૈલાસનાથન જોડાયા હતા.સિવિલ હોસ્પિટલના કોવિડ૧૯ ટ્રેનિંગ સેન્ટર ખાતે મુખ્યમંત્રીશ્રીએ કોરોના ફ્રન્ટલાઈન વોરિયર તબીબો, નર્સો, એમબીબીએસના વિદ્યાર્થીઓ, આરોગ્યકર્મીઓ અને સફાઈકર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે, લોકોની જેઓ સેવા કરે છે, તેમના સન્માન કરવાનો આ મોકો પણ છે, અને જન્મ દિવસને યાદગાર બનાવ્યો છે,આ મહામારીમાં ‘સ્વ’ની પરવા કર્યા સિવાય લોકોની સેવા કરનાર કોરોના યોદ્ધાઓને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના સંક્રમણને કંટ્રોલ કરવામાં આપ સૌની ભૂમિકા અગત્યની રહી છે,કોરોના વોરીયર્સને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, તમારી સેવામાંથી પ્રેરણા લઇને ઘણા લોકો કામ કરી રહ્યા છે. સેવાનું કોઈ મૂલ્ય હોતું નથી. સમગ્ર ગુજરાતની જનતા વતી આ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને બિરદાવ્યા હતા અને ફરીથી અભિનંદન આપ્યા હતા. સમગ્ર ગ્રામીણ ટુડે ન્યુઝ પરિવાર તરફથી રાજ્યનાં લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિનની  ખુબ ખુબ શુભેચ્છાઓ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है