
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર
9મી ઓગસ્ટ આદિવાસી આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે ઉમરપાડા કોંગ્રેસ સમિતિ દ્વારા જાહેર રજાની માગણી કરવામાં આવી.
સમગ્ર વિશ્વમાં ૯મી ઓગસ્ટ UNO દ્વારા આદિવાસી દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હોય, ત્યારે આખા ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધી એક કરોડ આદિવાસીઓની વસ્તી ધરાવે છે. ત્યારે આ નવમી ઓગસ્ટના દિને આદિવાસી દિન તરીકે ઉજવવાનું હોય, સમગ્ર ગુજરાતમાં આ દિન નિમિત્તે જાહેર રજા રાખવામાં આવે, કારણ કે ઘણા બધા આદિવાસી સમાજના સર્વિસ કરતા ભાઈઓ-બહેનો જે આ સમાજ સાથે સંકળાયેલા છે. તેઓ પણ પોતાના આદિવાસી દિનમાં હાજર રહીને અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઇ કાર્યક્રમ નિહાળી પોતાની આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઇ શકે તે માટે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મામલતદારશ્રી મારફત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ને સંબોધીને એક આવેદનપત્ર મોકલી આપી તારીખ 9 મી ઓગસ્ટના દિને જાહેર રજા રાખવા માટેની માંગણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉમરપાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, જગતસિંહ વસાવા, નટવરસિંહ મુળજીભાઈ, રામસિંગભાઈ, અશોકભાઈ, ભુપતભાઈ, ધારાભાઈ સહીત અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.