
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, કમલેશ ગાંવિત વાંસદા
આંબાબારી પ્રાથમિક શાળામાં એનિમલ સેવિંગ ગ્રુપ ટ્રસ્ટ વાંસદા દ્વારા આયોજિત કાર્યક્રમ યોજાયો :
એનિમલ સેવિંગ ગ્રુપ ટ્રસ્ટ વાંસદા દ્વારા આયોજિત કાર્યક્રમમાં સરીસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત” SAVE ANIMAL SAVE NATURE “અંતર્ગત તેમના પ્રમુખ શ્રી બ્રિજેશભાઈ સખીવાલા નવસારી અને તેમના વોલેન્ટીયર્સ હેતલબેન, અંજલીબેન, કરણભાઈ, લાલાભાઇ, હિરેનભાઈ, લીલીબેન , કિશનભાઇ, કુણાલભાઈ , અને પ્રથમભાઈ તથા તમામ મિત્રોએ વાંસદા ખાતેના એનિમલ સેવિંગ ગ્રુપના પ્રમુખ મહેક પટેલ , જીગર પટેલ અને ઉપપ્રમુખ તૃષિલ પટેલ તથા તેમના વોલેન્ટિયર નીરવ પટેલ, મયંક પટેલ, નવાઝ ખાન, મહીનભાઈ , નિકેશભાઈ આ તમામ મિત્રો દ્વારા શાળાના તથા આશ્રમશાળા આંબાબારીના તમામ વિદ્યાર્થીઓને સરીસૃપ પ્રાણીઓ અને તેમને બચાવવા તથા તેના લગતું માર્ગદર્શન વિદ્યાર્થીઓને ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવ્યું. અને વ્યક્તિને સાપ કરડે ત્યારે તેની પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી? તેનું એક નાટક દ્વારા સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું.
આજે સરિસૃપ પ્રાણીઓમાં ગુજરાતમાં 61 પ્રકારના સાપ નોંધાયા છે. જેની અંદર ઝેરી સાપ અને બિન ઝેરી સાપ વિશે ખૂબ જ સારી રીતે સમજ આપવામાં આવી.
આજે આ એનિમલ્સ ગ્રુપ દ્વારા સાપને બચાવવા માટે અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. અને આ થકી પર્યાવરણની સમતુલા જાળવવાના ભગીરથ યજ્ઞમાં આ ગ્રુપ કાર્ય કરી રહ્યું છે. આ ગ્રુપ દ્વારા એક સંદેશો સમાજ સુધી પહોંચાડવા માટેનું કે સાપને બચાવવાનો છે. તેની સાથે સાથે સાપ અંગેની સાચી માહિતી ની જાણકારી પણ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે.
બીજો ઉદ્દેશ સાપનું મૂલ્ય પર્યાવરણ શું છે. સાપ આપણને કેવી રીતે ઉપયોગી છે ? તેને કેમ બચાવવા જોઈએ. કુદરતના આ વિશિષ્ટ જીવ પર્યાવરણ સંતુલન માટે તથા જીવ શૃંખલામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેવી રીતે ઉપકારક છે તે દર્શાવવાનો છે. અને આ ઉદ્દેશ વધુ મહત્વનો એટલા માટે છે કે આ જાગૃતિ થકી સાપના નિકંદનને આપણે રોકી શકીશું. અને સાપના અસ્તિત્વ ઉપર જે ખતરો છે તેને ટાળી શકીશું.
આજે આ ગ્રુપ દ્વારા ઘણા બધા સાપો વિશે જાણવા મળ્યું હતું જેમ કે ભમફોડી, આંધળી ચાકરણ ,અજગર ,કાનસિયો, લીલવણ, બિલ્લી સાપ , ઉડતો સાપ, રૂપસુંદરી ,તાંબાપીઠ , કામળિયો વગેરે જેવા ઘણા બધા સાપો વિશેનું જ્ઞાન બાળકોને આપવામાં આવ્યું.
આંબાબારી ગામની દીકરી મહેક પટેલ તથા તૃષિલકુમાર અને જીગર પટેલ વાંસદા તાલુકામાં એનીમલ સેવિંગ ગ્રુપ દ્વારા સરીસૃપ પ્રાણીઓને બચાવવા માટેના કામ કરી રહ્યા છે શાળા પરિવાર આ કાર્ય કરવા માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.