
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
જાહેર જનતા જોગ:
ઉત્તરાખંડ ખાતે ચારધામ યાત્રાએ જનાર યાત્રાળુઓએ રજીસ્ટ્રેશન કરાવવા અંતર્ગત:
વ્યારા-તાપી: સમગ્ર ભારત તેમજ વિશ્વમાંથી ઉત્તરાખંડ ખાતે યોજાતી ચારધામ યાત્રા અર્થે શ્રધ્ધાળુઓ આસ્થાથી જતા હોય છે. આ ચારધામ યાત્રાએ જનાર યાત્રાળુઓને કોઇ અગવડ ના સજાર્ય તે હેતુસર ઉત્તરાખંડ સરકાર દ્વારા યાત્રાળુઓના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા નિયત કરવામાં આવેલ છે. જેના માટે વેબસાઇટ https://registrationandtouristcare.uk.gov.in/ અને Tourist Care Uttarakhand(Android /IOS) મોબાઇલ એપ્લીકેશન અને ટોલ ફી નંબર ૦૦૧૩૫૧૩૬૪ ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે.
ગુજરાત રાજયમાંથી પણ અસંખ્ય લોકો ચારધામ યાત્રાએ જતા હોય છે. ચારધામ યાત્રાએ જતા તમામ યાત્રાળુઓ ભારત સરકારની ઉકત સુવિધાનો લાભ લઇ શકે તે હેતુસર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ ચારધામ યાત્રાએ નીકળે તે જ હિતાવહ છે. જેથી જિલ્લાની જાહેર જનતાને ચારધામ યાત્રાએ જવા પહેલા ઉપરોક્ત વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન ઉપર રજીસ્ટ્રેશન કરાવવા આર.આર.રાવલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.