
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
આજ રોજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ નાં દિન જાગૃત આદિવાસી જન એકતા સંગઠન ડાંગ ની ટીમ ઘ્વારા પ્રમુખશ્રી ગીરીશભાઈ ગીરજલી અને સામાજિક કાર્યકર્તા મનીષભાઈ મારકણા અને સીતારામભાઈ ગાયકવાડ અને રમેશભાઈ કુંવર ની આગેવાની માં ડાંગ જીલ્લા અધિક કલેક્ટર સાહેબ મારફતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને સોનગઢ તાલુકામાં ૧૦ જેટલા છોકરાઓને ફોરેસ્ટ આધિકારી ઘ્વારા માર મારવામાં આવેલ તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ.
સોનગઢ તાલુકાના બોરદા વિસ્તારમાં ગુજરાત ની સંવેદન સિલ સરકાર ભાજપના રાજમાં ફોરેસ્ટ અધિકારીઓ દ્વારા ચાલતો અમાનવીય અત્યાચાર અને દાદાગીરી બાબતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા વિસ્તારના જંગલ જમીનમા ખેતી કરતા ૨૦ જેટલા આદિવાસી પરીવારોને માર મારી તેમના કાચા ઘર અને ઝુપડા સળગાવી દેતા આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી અને પોલીસ અધિક્ષક સાહેબશ્રી તાપીને આ બાબતે આદિવાસી સમાજના આગેવાનો તથા સ્થાનિક ગામના આગેવાનો અને આદિવાસીઓના જંગલ જમીન માટે લડતા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી સાથે મોટી સંખ્યામા હાજર રહી ફરિયાદ કરી ન્યાયની માગણી કરવામા આવી.
કલેકટરશ્રી અને પોલીસ અધિક્ષક સાહેબશ્રી તાપીને આપેલ ફરીયાદમા ભારતીય ફોજ્દારી ધારા -IPC ક્લમ ૩૦૬, ૩૨૩,૩૪૧,૩૪૨,૫૦૪,૫૦૬(૨) ૩૪,૧૧૪ તથા પ્રિવેન્સન ઓફ એટ્રોસીટિસઝ એકટ વીથ રુલ્સ –અનુ.જાતિ અને અનુ.જન જાતિ (અત્યાચાર નિવારણ ) અધિનિયમ – ૧૯૮૯ મુજબ કલ્મ ૩ (1)(c)( )(g), ( ) અને વન અધિકાર અધિનિયમ 2006ના ઉલ્લધન સામે તેમજ લાગુ પડ્તી કલમો મુજબ FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યુ છે.
વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ હેઠળ મોજે. ઝરીયાઆંબા, બોરદા મોનિપાડા, પિપરિપાડા તાલુકો. સોનગઢ જિલ્લો .તાપી ક્મ્પા.ન. ૧૨૩,૧૨૪ મા સરકાર શ્રી દ્વારા જિલ્લા વન અધિકાર સમિતિ તાપી અને પ્રયોજના વહીવટદાર ટ્રાઇબલ સબ પ્લાન , સોનગઢ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ ના ચુકાદા પ્રમાણે ૨૦૧૩માં જ્યારે પુનઃ ચકાસણી કરવામાં આવી ત્યારે તાલુકા કક્ષાની ટીમોએ વન વિભાગની તથા સ્થળ પર હાજર રહી પંચનામું , રોજકામ કરી અભિપ્રાય આપી આજ કમ્પા.નંબર ૧૨૪,૧૨૫ તપ્તિ રેંજ વાળી વન જમીનમાં મોજે પીપરીપાડા, મોનિપાડા, બોરદા તા. સોનગઢ જી.તાપી ની તમામ દાવા અરજીઓ ૨૦૧૩ મા મંજૂર કરેલ હતી.
રાજ્ય સરકાર સનદ આપી જંગલો પર આદિવાસીઓનો અધિકાર આપે છે જ્યારે તેમનુ જ વન વિભાગ આદિવાસીઓને માર મારી તેમના કાચા ઘર અને ઝુપડા સળગાવી અત્યાચાર કરે છે.
તેમા જણાવેલ કે ફરિયાદીઓને તારીખ ૦૩/૦૯/૨૦૨૨ ના શનિવાર ના રોજ વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ વાળી જમીનમાં વન વિભાગ -તાપ્તી રેન્જ ના આરએફઓ અને બીજા ૩૫ જેટલા વન વિભાગ ના અધિકારીઓ ધ્વરા અમો ફરિયાદીઓ ના ઝુંપડા ને તોડી પાડી ઢોર માર મારી જાનથી મારીનાખવાની ધમકી આપી જાતિવિષયક ગાળા ગાળી કરી કબ્જા હેઠળ ની વન જમીન પરથી ગેરકાયદે હટાવી ખુબજ નુકસાન કરેલ હોયજેમાં ૧) સુભાષ ભાઈ શાંતુભાઇ વસાવા (૨) કૃષ્ણ ભાઈ માતુભાઇ વસાવા (૩) પુજારીયાભાઈ આમાસિયાભાઈ વસાવા (૪) કુમારદાસ ઈસવરભાઈ વસાવા (૫) ભીમસિંગભાઇ મતીરામ ભાઈ વસાવા (૬) વિનોદભાઈ ગણપતભાઈ વસાવા (૭) સંતોષ ગવજીભાઈ વસાવા (૮) ઇદરિયાભાઈ કાતરુભાઈ વસાવા (૯) ભીમસિંગભાઇ આંતરિયાભાઈ વસાવા ૧થી ૯ તમામ રે.ઝરીયાઆંબા ૧૦) ગુલાબભાઇ હેરિયાભાઈ વસાવા રે. બોરદા ( જેને સરકારે સનદ -૨૦૧૩ માં મળેલ છે ) વગેરેને રેંજ આફિસ ,બુરીવેલ તા.સોનગઢ જી.તાપી માં લઇ જઈ રુમમા પૂરીને અમોને જેમ ફાવે તેમ ગંદી અને બિભત્શ ગાળો બોલવા લાગેલા અને ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી સાલા તમો આદિવાસિઓ જંગલી જ રહેવાના તમો કોઇ દિવસ સુધરવાના નથી તેમ કહી અમોને જાહેરમા અપમાનિત કરેલ અને જંગલને ૫ લાખ નુ નુકશાન કરેલ છે તેમ જણાવી નુકશાની ની માંગણી કરેલ અમો તમામને જાતિવિષયક ગાળા ગાળી કરેલ, આ બનેલ બનાવ સ્થળ ઉપર રહેલા CCTV કેમેરામા રેકોર્ડ થઇ જાય તેમ હોવાથી આયોજન પુર્વક પુરાવાનો નાશ કરવાના ઇરાદથી રેંજ આફિસ ,ભુરીવેલ મા આવેલ અમુક રુમના CCTV કેમેરા બંધ કરી દિધેલ અને બપોરે ૨.૦૦થી શાંજે .૭.૩૦ કલાક સુધી મુક્કાઓ તેમજ ફેટો વડે ગડદાપાટૂ તેમજ તેમની પાસે રહેલ લાકડીઓ વડે શરીરના ભાગે આડેધડ ફટકાઓમારી ઢોર માર મારેલ તેમજ આ બાબતે કોઇ ફરિયાદ કરશો તો તમારા ટાટીયા તોડી નાખીશુ તેવી ધમકી આપેલી , ધમકાવી, જાતિવિષયક ગાળા ગાળી કરી કોરા પેજ (કાગળ) પર સહિ /અંગુઠા કરાવી છોડી મુકેલ .રવિવારે રજા હાવાથી અમો તારીખ .૫/૯/૨૦૨૨ ના રોજ તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ને રૂબરૂ મળી મૌખિક જાણ કરી લોકો સાથે પોતાના ગામ આવતા રહેલ .તારીખ . ૬/૯/૨૦૨૨ ના રોજ અમારા માંથી સાથે ખેતી કરતા અને અમારા આગેવાન અને વન અધિકાર સમિતિ મોલિપાડાના મંત્રી દશરથભાઈ શક્કરીયાભાઈ વસાવા રહે. મોનીપાડા તા. સોનગઢ જી.તાપી જે ને પણ સરકારે ૨૦૧૩ માં સનદ આપેલ છે છતાં વન વિભાગ દવારા વારં વાર હેરાન કરવમા આવતા હતા જેથી તેઓ હેરાનગતિ થી તંગ આવી જઇને ગઇ તારીખ ૬/૯/૨૨ ના રોજ રાત્રે કપાસમા નાખવાની ઝેરી દવા પી ગયેલ અને તે અંગે તેમના ધરના સભ્યઓ તેમને સારવાર માટે સોનગઢ સરકારી દવાખાનામા લઇ ગયેલ જ્યા સારવાર દરમીયાન તા. ૦૭/૯/૨૨ ના રોજ ગુજરી ગયેલ આમ ઉપરોક્ત ફોરેસ્ટ અધિકારી આરોપીઓના ત્રાસના કારણે આપધાત કરવા મજબૂર કરેલ જે બાબતે યોગ્ય ન્યાય માટે આદિવાસી સમાજ દ્વારા માગ કરેલ છે.