
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કાઠીપાણી ગામ જ્યાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ અને પાણી માટે વલખા: ડેડીયાપાડાનું એક ગામ જે છેલ્લા ઘણા વર્ષો થી વેઠી રહ્યું છે પાણીની સમસ્યા: સરકાર દ્વારા જાહેર કરાયેલ “નલ શે જલ” યોજનાને સમર્પિત!
ડેડીયાપાડા તાલુકાનું છેવાડાનું કાઠીપાણી ગામ જ્યાં પાણી માટે વલખા મારતા ગ્રામજનો:
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલકાનું કાઠીપાણી ગામ હાલના સમયમાં આધુનિક અદ્યતન સરકારની તમામ સુવિધાઓ થી વંચિત રાખવામાં આવ્યું છે, આંબાવાડી ગ્રુપ પંચાયતના આ ગામમાં આશરે 25 જેટલા ઘરો આવેલા છે, જ્યાં પીવાનાં પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ગ્રામજનોને નથી મળી રહી.
જે સુવિધાઓ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ફાળવવામાં આવતી હોવા છતાં ગામને કોઈ યોજનાનો લાભ આવવામા આવી નથી રહ્યો.
જેના કારણે પાણી માટે ગ્રામજનો ને વલખા મારવાની નોબત આવી પડી છે, તેમજ ગ્રામજનો વહેલી સવારે અને સાંજના સમયે અડધો કિલોમીટર પાણી લેવા માટે ગામ ની બહાર જતા હોય છે. જે બાબત સ્થાનિક તંત્ર માટે શરમ જનક કહી શકાય, શું આ બાબતે કોઈ પ્રતિનિધિ કે તંત્ર ધ્યાન આપશે કે કેમ એ ગ્રામજનો માં ચર્ચા નો વિષય બન્યો છે.