
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
” ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર”
સરકારી વિનયન વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ” ૫૧ સૂર્ય નમસ્કાર’ નું આયોજન કરવામાં આવ્યું :
ઉતરાયણના પર્વ નિમિત્તે તારીખ 14/01/2023 ના રોજ નર્મદા જિલ્લા માં ડેડીયાપાડા તાલુકા ખાતે સરકારી વિનિયન વિજ્ઞાન કોલેજ માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધિકારીઓ, નર્મદા જિલ્લા ના યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી, દિનેશભાઈ કદમ તેમજ તમામ સાહેબ શ્રીઓ ના માર્ગદર્શન હેઠળ 51 સૂર્ય નમસ્કારનું આયોજન નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા તાલુકા ખાતે સરકારી વિનિયન વિજ્ઞાન કોલેજમાં કરવામાં આવ્યું હતું.
” કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓ સભ્યશ્રીઓ”
(1) ડોક્ટર, અનિલાબેન પટેલ ( સરકારી વિનિયન વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી)
(2) વખતસિંહ ગોહિલ સર( સરકારી વિનયન વિજ્ઞાન કોલેજના રમત ગમત વિષયના શિક્ષક)
(3) પ્રધ્યાપક શ્રીઓ( સરકારી વિનયન વિજ્ઞાન કોલેજ)
(4) નર્મદા જિલ્લા કોડીનેટર વસંતકુમાર વસાવા
(5) સિનિયર યોગ કોચ દિલીપભાઈ વસાવા( ડેડીયાપાડા)
(6) યોગકોચ મનુભાઈ વસાવા( સાગબારા)
(7) યોગ કોચ વસંતભાઈ પાડવી( સાગબારા)
(8) યોગ કોચ ભાવનાબેન પરમાર( નાંદોદ)
(9) ટીમ લીડર જીવરામભાઈ વસાવા( નર્મદા)
(10) યોગ શિક્ષકો( ડેડીયાપાડા, સાગબારા
કાર્યક્રમ માં હાજર રહેલા તમામ ભાઈઓ અને બહેનો નું નર્મદા જિલ્લા કોડીનેટર તેમજ ટીમ લીડર જીવરામભાઇ દ્વારા આભાર વ્યક્ત કરીને ઓમ સર્વે ભવન્તુ સુખી ના સંસ્કૃત શ્લોક બોલીને સમાપન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : દિનેશ વસાવા, દેડિયાપાડા